દેગામ મહેર સમાજ ખાતે ધુળેટી ની રંગે ચંગે ઉત્સાહભેર ઉજવણી સાથે સેવાકીય કાર્યક્રમ યોજાયો
બ્લડ ડોનેશનના રાખેલા માનવતાના કાર્યક્રમ માં બ્લડ દાતાઓ તરફથી ૫૪ બોટલ જેટલું બ્લડ ડોનેટ કરાયું
ગોસા(ઘેડ) તા. ૧૮/૦૩/૨૦૨૫
મહેર સમાજ (ચામુંડા માતાજી મંદિર ) દેગામ ખાતે દર વર્ષે હુતાસણીનાં ત્રણ પડવા ઉજવવામાં આવે છે.આ ત્રણેય દિવસ બહેનો
નાં રાસ તથા ભાઈઓનાં મણિયારા રાસનાં સાસ્કૃતિક કાર્યકમ રાખવામાં આવે છે
દર વર્ષ મુજબ આં વર્ષે પણ ધુળેટી ના બીજા પડવા થી ત્રણ પડવા પાળીવામાં આવ્યા હતાં. જેમાં દેગામ મહેર સમાજ ખાતેતા ૧૭-૩- ૨૦૨૫ને સોમવાર નાં રોજ સાંસ્કૃતિક કાર્યક્રમમોમાં બહેનોને રાસ ગરબા અને ભાઈઓ ના દાંડિયારાસ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચામુંડા રાસ મંડળ ના ભાઈઓએ ટ્રેડિશનલ મહેર સમાજના પહેરવેશમા મહેર સમાજના ખ્યાતનામ મણીયારા રાસ રમઝટ બોલાવી હતી.
દેગામ મહેર સમાજે યોજાયેલા ધુળેટી ના ત્રણેય પડવા દેગામ સમસ્ત ગામની એકતા અને ભાઈચારાની ભાવના સાથે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.
મહેર સમાજ દેગામ (શ્રી ચામુંડા મંદિર) ખાતે યોજાયેલ ધુળેટીના બીજા પડવાથી સંસ્કૃતિ ના કાર્યક્રમ યોજાયા હતાં. ત્યારે મહેર સમાજ ખાતે ત્રીજા પડવા એટલે કે તા. ૧૭/૦૩/૨૫ ને સોમવારનાં સેવાકીય કાર્યક્રમ પણ રાખવા માં આવેલ. જેમાં આ દિવસે મહેર સમાજ દેગામના સહયોગ ને દેવાભાઈ ગોઢાણીયાના આયોજન તેમજ શ્રી રામ બ્લડ બેંક પોરબંદર ના ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ . આ બ્લડ ડોનેશન કેમ્પમાં દેગામ ગામના સેવાભાવી બ્લડ દાતાઓ તરફથી ૫૪બોટલ જેટલું બ્લડ એકત્રિત થયેલ હતું.બ્લડ ડોનેશન કેમ્પમાં દાતાઓ તરફથી પોતાનું બ્લડ આપી માનવતા નું પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડી ખૂબ જ સારું સેવાકીય કાર્ય કરેલ તે બદલ મહેર સમાજ દેગામ તરફથી તમામ બ્લડ દાતાઓ નો ખૂબ ખૂબ આભાર માનવામા આવેલ હતો.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
