પ્રયાગમાં યોજાનારા મહાકુંભ મેળામાં શાહી સ્નાન માટે જસદણના યાત્રિકો રવાના
(રિપોર્ટ વિજય ચૌહાણ )
અયોધ્યામાં ભગવાન શ્રી રામ, વારાણસીમાં કાશી વિશ્વનાથનાં પણ દર્શન કરશે : સાચી શ્રદ્ધાથી કરેલ પ્રવાસ પણ યાત્રા બની જતી હોય છે આવી જ એક ભાવભરી યાત્રા માટે જસદણ, અમરેલીના યાત્રિકો રવાના થયા છે. ઉત્તરપ્રદેશનાં પ્રયાગ ખાતે ૧૪ જાન્યુઆરીથી મકરસંક્રાંતિના સુપ્રસિદ્ધ મહાકુંભ મેળો ચાલુ થઈ રહ્યો છે. જેમાં દેશ અને વિદેશથી ભાવિકો પૂનમના દિવસે શાહી સ્નાન કરવા માટે ઉમટી પડશે. હાલમાં ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા મહાકુંભ મેળાના આયોજન માટે તડામાર તૈયાર થઈ રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા જાતે તૈયારીઓનો નિરીક્ષણ થઈ રહ્યું છે. આ મહાકુંભ મેળામાં ભાગ લેવા જસદણથી રાજગોર સમાજના ઉપપ્રમુખ અશોકભાઈ એમ ચાવ, રાજગોર જ્ઞાતિ અગ્રણી સુરેશભાઈ જોષી, હરેશભાઈ જોષી, અમરેલીથી હલો સૌરાષ્ટ્ર ન્યુઝ અમરેલી જિલ્લા ચીફ રિપોર્ટર પંકજભાઈ મહેતાએ પ્રસ્થાન કર્યું હતું. પ્રયાગ પહેલાં અયોધ્યામાં ભગવાનશ્રી રામ અને વારાણસીમાં કાશી વિશ્વનાથનાં દર્શન કરશે. તેઓની આ યાત્રા સફળ બને તેવી શુભકામનાઓ ઠેર ઠેરથી મળી રહી છે. ગૂગલમાં સૌથી વધુ શોધાતો શબ્દ એ મહાકુંભ મેળો છે. જે તેના ધાર્મિક અને ઐતિહાસિક મહત્વને સ્થાપિત કરે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
