કોલકાતાની ઘટનાના પડઘા રાજપારડીમા: રાજપારડી ડૉકટર એસોિયેશનના તબીબોએ પોતાની ઓપીડી સેવાઓ બંધ રાખી વિરોધ નોંધાવ્યો.
કલકત્તામાં ટ્રેઈની તબીબ સાથે થયેલા દુષ્કર્મ અને હત્યા બાદ સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં વિરોધ નોંધાઈ રહ્યો છે.જેના ભાગરૂપે ઇન્ડિયન મેડિકલ એસોસીએશન નેજા હેઠળ ઝઘડીયા તાલુકાના રાજપારડી વિસ્તારમાં આવેલા તબીબોએ ઓપીડી સેવાઓ બંધ રાખી વિરોધ નોંધાવી પીડિતાને પરિવારને ન્યાય મળે તેવી માંગણીઓ કરી હતી.
ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામ ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસીએશન ના નેજા હેઠળ રાજપારડી ડૉકટર રાજપારડી ડૉકટર એસોિયેશનના તબીબોએ શનીવારે સવારથી પોતાની ઓપીડી સેવાઓ બંધ રાખી માત્ર ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રાખી કલકત્તામાં એક ટ્રેઇની ડોકટર સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાની ઘટના સામે વિરોધ નોધાવ્યો હતો.શનિવારે સવારથી રાજપારડી વિસ્તારના તબીબોએ પોતાના કલીનીક બંધ રાખતા અનેક દર્દીઓ પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
મલેક યસદાની
At This Time Bharuch
7043265606
7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.