બોટાદ બસ સ્ટેશન વિસ્તારથી મળી આવેલી મહિલાને તેમના પરિવાર સાથે મહિલા પોલીસની શી-ટીમ દ્વારા સુખદ મિલાપ કરાવ્યો - At This Time

બોટાદ બસ સ્ટેશન વિસ્તારથી મળી આવેલી મહિલાને તેમના પરિવાર સાથે મહિલા પોલીસની શી-ટીમ દ્વારા સુખદ મિલાપ કરાવ્યો


બોટાદ પોલીસ અધિક્ષક કે.એફ.બળોલિયાના માર્ગદર્શન હેઠળ બોટાદ મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી પી.આર.મેટાલીયાની સૂચના અન્વયે બોટાદ મહિલા પોલીસની “શી ટીમ”ના હેડ કોન્સ્ટેબલ સુરપાલસિંહ ગોહીલ તથા વુ.પો.કો.ગીતાબેન આલ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. કર્મચારીઓ બોટાદ બસ સ્ટેશનના પાછળના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા,તે દરમ્યાન શંકાસ્પદ હાલતમાં માનસિક રીતે અસ્થિર લાગતી મહિલા મળી આવી હતી ત્યારબાદ શી ટીમે તે મહિલાને પોલીસ સ્ટેશન બોટાદ ખાતે લાવી સાંત્વના આપી પૂછપરછ કરી હતી, જેમાં મહિલાએ પોતાનું નામ અને સરનામું જણાવ્યું હતું. મહિલાનું કાઉન્સેલીંગ કરતા તેમણે તેમના પરિવાર અંગે પણ માહિતી આપી હતી. ત્યારબાદ શી ટીમે મહિલાના પરિવારનો સંપર્ક કર્યો હતો અને પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો. મહિલાના પરિવારજનોએ બોટાદ જિલ્લા પોલીસનો આભાર માન્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image