ભિલોડાની આર.જે.તન્ના પ્રેરણા મંદિર રાજ્ય કક્ષાની સ્ટેમ ક્વીઝમાં વિજેતા - At This Time

ભિલોડાની આર.જે.તન્ના પ્રેરણા મંદિર રાજ્ય કક્ષાની સ્ટેમ ક્વીઝમાં વિજેતા


ભિલોડાની આર.જે.તન્ના પ્રેરણા મંદિરના વિધાર્થીઓ સ્ટેમ ક્વીઝ રાજ્ય કક્ષાએ આ સ્પર્ધામાં શાળાના ધો-૯ અને ધો-૧૧ વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓએ ભાગ લીધો હતો. ૯ મી તારીખે ગાંધીનગર ખાતે યોજાયેલ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા ૮ જેટલા વિધાર્થી રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે ગયેલ.રાજ્ય કક્ષાએ ભાગ લીધો જેમાં રૂદ્ર રાજેશભાઈ પ્રજાપતિ પ્રથમ ધ્રુમીલ દિનેશભાઈ નીનામા ત્રીજો, દિપેશ્વરી ચંદુભાઈ ગામેતી ચોથા અને ખુશી જગદીશભાઈ પંચાલ પાંચમો નંબર મેળવ્યો હતો.વિજેતા વિધાર્થીઓને ટેબલેટ, ટેલિસ્કોપ, ડ્રોન કેમેરા જેવા ઇનામો મેળવ્યા હતા.તમામ વિધાર્થીઓને માર્ગદર્શન આપનાર શિક્ષક મહેશભાઈ પટેલને શાળાના આચાર્ય રમણભાઈ પટેલ અને સંચાલક દામુભાઈ પટેલે અભિનંદન આપ્યા હતા.

9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.