મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢના NCC કેડેટ્સની સાયન્સ સિટીની મુલાકાત
હોમીભાભા સાયન્સ સેન્ટર સુરેન્દ્રનગર અને ગુજકોસ્ટ ગાંધીનગરના સહયોગથી
શ્રી મ્યુનિસીપલ હાઈસ્કૂલ થાનગઢના NCC કેડેટ્સને એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ અર્થે અમદાવાદ સાયન્સસિટીની મુલાકાત કરાવામાં આવી હતી.જેમાં તેમણે વિવિધ વિભાગો જેવા કે નેચરપાર્ક, ઈકવાટિક્સ ગેલેરી, રોબોટિક્સ ગેલેરી, અર્થગેલેરી, ભૂલભૂલૈયા ગાર્ડન,લાઈફ સાયન્સ, એનર્જી પાર્ક, ચીડિયા ઘર, હોલ ઓફ સાયન્સ, એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ ટેકનોલોજી વગેરે વિભાગની મુલાકાત લીધી. શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢના કેડેટ્સ પરેડ અને ડિસિપ્લિનની સાથે અન્ય સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં રસ રુચિ દાખવે તે હેતુથી આ એક દિવસિય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામા આવ્યું હતું. આ પ્રવાસમા મેન્ટર તરીકે હાઈસ્કૂલના સાયન્સ ટીચર પી.જે દવે તેમજ એન.સી. સી સીટીઓ & પી. ટી. ટીચર જે. પી સોલંકી અને લતાબેન કે. પરમાર જોડાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
