આજરોજ મહિલા દિન નિમિત્તે એક મહિલા પી.આઈ.ની સફર* આજરોજ મહિલા દિવસ હોય મહિલા પી.આઈ.સલમાં સુમરા વિષે બે શબ્દોમાં કહીએ તો *ખુબ લડી મર્દાની થી વો તો
*આજરોજ મહિલા દિન નિમિત્તે એક મહિલા પી.આઈ.ની સફર*
આજરોજ મહિલા દિવસ હોય મહિલા પી.આઈ.સલમાં સુમરા વિષે બે શબ્દોમાં કહીએ તો *ખુબ લડી મર્દાની થી વો તો ઝાસી વાલી રાની થી*
આ પંક્તિ તેઓને લાગુ પડતી હોય તેમ કહી શકાય પોલીસ ખાતામાં નોકરી કરવી અને તે પણ સતત મોટા ગુનેગારો અને બુટલેગરો તથા રાજકારણીઓની શેહ શરમ વગર માત્ર કાયદો અને ફરજ પાલનની ચુસ્તતા વચ્ચે આજના સમયમાં નોકરી કરવી ખુબ જ કઠિન છે આવા સમયમાં એક મધ્યમ વર્ગ અને કચડાયેલા વર્ગના પરિવાર માં ઍક દિકરીનો જન્મ થયેલ તે દીકરી નાનપણથી જ ભણવા ગણવામાં ખુબ હોશિયાર અને દેશ પ્રેમ ધરાવતી આ દીકરી મોટી થઈ અને પોલીસ ઇન્સપેક્ટર બની ત્યાં સુધી માં તેમણે જે સંઘર્ષ કર્યો તે જોઈએ હાલ માળીયાહાટીના પોલીસ સ્ટેશનબે ખુબજ નાની જુડવા દીકરીઓ સિરત અને સિદ્રા બે દીકરીઓને માતૃપ્રેમ આપવા સમયે એક બાજુ ફરજ અને બીજી બાજુ નાની દીકરીઓ વચ્ચે સુમેળ કરી બન્ને પ્રત્યે વફાદારી નિભાવી તેમના પિતા નિવૃત્ત જમાદાર પોલીસ ડિપાર્ટમેન્ટ ભાઈ પોલીસ ડિપાર્ટમેન્ટમાં એએસ આઈ તેમનું પોસ્ટિંગ કોડીનાર પોલીસ સ્ટેશન
તેમના દાદા નિવૃત્ત જમાદાર તેમના પતિ
મંજૂર એસ ગાહા એડવોકેટ સલમા સુમરાએ અગાઉ ૨૦૧૬ પહેલા તલાટીમંત્રી તરીકે. કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષક તરીકે બેંકમાં. ગુજરાત ગવર્મેન્ટ ટીચર આમ એકે સાથે આટલા ઓર્ડર આવેલ હતા તેમાં પીએસઆઇ તરીકે સેવા કરવાનું પસંદ કરેલ,,,,
એક શિક્ષિકા તરીકે પણ ફરજ બજાવેલ છે તેઓએ સાવરકુંડલા સ્કૂલમાં એક ટીચર તરીકે પણ સફળ કામગીરી કરેલ છે
પીએસઆઇ તરીકે તેમનો સિલેક્શન ૨૦૧૬ માં થયેલ છે.પી.એસ. આઇ તરીકે પહેલું પોસ્ટિંગ ભાવનગર જિલ્લામાં થયેલ છે.ભાવનગર જિલ્લાના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવેલ છે જેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવેલ છે મહુવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવેલ છે જુનાગઢ જિલ્લામાં 2022 માં તેમની બદલી થયેલ છે
જૂનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશનમાં અઢી વર્ષ જેટલો સમય તમને ફરજ બજાવે છે.
ત્યારબાદમાળીયાહાટીના પોલીસ સ્ટેશનમાં હાલ ફરજ બજાવે છે.ત્યારે આ લઘુમતી સમાજની દીકરી સ્વભાવે અતિ ઉદાર અને ફરજમાં એટલાજ કડકાઈનાં ગુણો ધરાવતી અને જેના નામ માત્રથી ગુનેગારો તથા બુટલેગરો પોતાના સ્થાન ફેરવી લ્યે અથવા તો ભૂગર્ભમાં ઉતરી જાય છે તેવા પોલીસ ઇન્સપેક્ટર સલમાં સુમરાને લાખો સલામ..
આ પ્રકારના તમામ સમાચાર માટેે
