દહેગામ ના ચેખલાપગી ગામમાં ક્રિષ્ના યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી - At This Time

દહેગામ ના ચેખલાપગી ગામમાં ક્રિષ્ના યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી


દહેગામ તાલુકાના ચેખલાપગી આજે જન્માષ્ટમી નિમિત્તે ક્રિષ્ના યુવક મંડળ દ્વારા મટકી ફોડ નું આયોજન કરવામાં આવ્યું જેમાં દર વર્ષની જેમ ક્રિષ્ના યુવક મંડળ દ્વારા ગામના ચોકમાં મટકી ફોડ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મટકી ફોડ કાર્યક્રમમાં જય કનૈયા લાલ કી, રાજા રણછોડ છે માખણનો ચોર છે જેવા જોર જોર થી નારા બોલાવી સર્વ યુવાનો કાનુડા ની ભક્તિમાં રંગાઈ જવા પામ્યા હતા. ક્રિષ્ના યુવક મંડળ ચેખલાપગી દ્વારા દર વર્ષની જેમ આજે પણ જન્માષ્ટમી નિમિત્તે કાનુડો બનાવી ગામની ગલીઓમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ કાનુડાનાં હસ્તે ચેખલાપગી ગામની પ્રાથમિક શાળામાં વધુ ગુણ સાથે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જે ચેખલાપગી ક્રિષ્ના યુવક મંડળ ની સરાહનીય કામગીરી જોવા મળી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ ક્રિષ્ના યુવક મંડળ દ્વારા મટકી ફોડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સમસ્ત ચેખલાપગી ગામનાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.