ભરૂચ ખાતે નર્મદા કિનારે આવેલ પ્રેમનાથ મહાદેવ મંદિર પાસે ગેરકાયદેસર દબાણો ઉભા કરાતા રોષ, હિન્દુ સંગઠનો દ્વારા છેલ્લા એક વર્ષથી લેખિત રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઇ કાર્યવાહી નથી થઇ, હિન્દુ સંગઠનો દ્વારા સંતોના સાનિધ્યમાં આવતીકાલે સ્વયંભૂ દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવશે, - At This Time

ભરૂચ ખાતે નર્મદા કિનારે આવેલ પ્રેમનાથ મહાદેવ મંદિર પાસે ગેરકાયદેસર દબાણો ઉભા કરાતા રોષ, હિન્દુ સંગઠનો દ્વારા છેલ્લા એક વર્ષથી લેખિત રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઇ કાર્યવાહી નથી થઇ, હિન્દુ સંગઠનો દ્વારા સંતોના સાનિધ્યમાં આવતીકાલે સ્વયંભૂ દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવશે,


ભરૂચની ગણના રાજ્યના પ્રાચિન અને ઐતિહાસિક નગરોમાં થાય છે. નર્મદા તટે આવેલ ભરૂચનું આધ્યાત્મિક ક્ષેત્રે પણ મોટું મહત્વ છે. ભરૂચમાં નર્મદા કિનારે ઘણા પ્રાચિન મંદિરો આવેલા છે. ભરૂચ ખાતે પ્રાચિન નવનાથ મહાદેવના નવ મંદિરો આવેલા છે. આ નવ મંદિરો પૈકીનું એક પ્રેમનાથ મંદિર નદી કિનારે ઉંડાઇ વિસ્તારમાં આવેલું છે. કેટલાક સમયથી આ મંદિર પરીસર ને અડીને ઊભા કરવામા આવેલાં ગેરકાયદેસર દબાણ મા ઢોર ઢાંકણ બાંધવાના સેડ મંદિર ના મુખ્ય દરવાજા પાસે ગેર કાયદેસર રીતે ઊભા કરવામાં આવેલ છે અને મંદિર પરિસરમાં પણ ઢોર ઢાંકણ બાંધીને મળમૂત્ર ત્યાં કરાવી ને મંદિરની પવિત્રતાને હાની પહોંચાડવામાં આવે છે આનાથી હિન્દુ સમાજની લાગણી દુભાઇ અને હિન્દુ ધાર્મિક આસ્થા ને ઠેસ પહોંચે છે, એક વર્ષ અગાઉ હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટર, પોલીસ, મામલતદાર સહિતના વિવિધ સરકારી વિભાગોમાં લેખિતમાં અા બાબતે રજુઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ પરિણામ નહિ મળતા વિવિધ હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે. આ સ્થળે ઢોર બાંધવામાં આવતા હોવાથી ઢોરના મળમુત્ર ફેલાતા હિન્દુ સમાજની લાગણી દુભાઇ રહી છે. જો આવતીકાલ સુધીમાં મંદિર પાસે ઉભા કરાયેલ ગેરકાયદેસર દબાણો હટાવવામાં નહિ આવે તો આવતીકાલ તા.૨૯ મી ઓક્ટોબરના રોજ હિન્દુ સંગઠનો દ્વારા સંતોના સાનિધ્યમાં સ્વયંભૂ રીતે મંદિર પાસે ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવશે, હિન્દુ સંગઠનો દ્વારા બહાર પડાયેલ એક નિવેદનમાં આમ જણાવાયું હતું.ત્યારે જવાબદાર તંત્ર આજે મંદિર વિસ્તારમાં ઉભા કરાયેલ ગેરકાયદેસર દબાણો હટાવવા આગળ આવે તે જરૂરી છે.

મલેક યસદાની
At This Time Bharuch
7043265606


7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.