અરવલ્લીમાં ૧૫ દિવસ ઈન્ટેન્સિવ સ્વીપ પ્રોગ્રામનું આયોજન.
અરવલ્લી જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બનેતે માટે મતદાન જાગૃતિ અભિયાન.
અરવલ્લીનો વટ વચન અને વોટ,
દસ મિનિટ દેશ માટે
લોકસભા ચૂંટણીમાં મતદાન માટે.
અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી.આવનારા ૧૫ દિવસમાં અરવલ્લી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતગર્ત ૧૫ દિવસ સ્વીપ દ્વારા અલગ અલગ મતદાન જાગૃતિના કાર્યક્રમ યોજાવાના છે.૨૨-૦૪-૨૦૨૪ થી ૦૫-૦૫-૨૦૨૪ સુધી અનેક કાર્યક્રમ યોજાવાના છે જેમાં RWS પ્રવૃત્તિ,મતદારજાગૃતિ કાર્યક્રમ=AVSAR,વિદ્યાર્થીઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ,સાડીવોકેથોન,ફ્લેશમોબ,KYPS કેમ્પેન,રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટ,દૂધમંડળીયો પર સિગ્નેચર કેમ્પેન,માસમહેંદીઈવેન્ટ,બાઇકરેલી,,વિશાળરંગોળી,રનફોરવોટ જેવા અનેક મતદાન જાગૃતિ કાર્યક્રમ અરવલ્લી જિલ્લામાં યોજાશે.
જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા તમામ વિભાગીય અધિકારીશ્રીઓને સૂચનાઓ આપવામાં આવી અને સંબંધિત તાલુકાઓમાં જે કાર્યક્રમ થશે તેના માટે જરૂરી વ્યવસ્થા અને લોકોજાગૃતિમાં વધારે લોકો જોડાય અને સુચારુ આયોજન કરવા માટે જણાવ્યું.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.