કપલસાડી પ્રાથમિક શાળા ખાતે વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી ના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ
ઝઘડિયા તાલુકાના કપલસાડી પ્રાથમિક શાળા ખાતે ઝઘડિયા ફોરેસ્ટ વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહ ની કાર્યક્રમની ઊજવણી કરવામાં આવી હતી
રાજ્યમાં વન વિભાગ દ્વારા આ વર્ષે ૨ થી ૮ ઓકટોબર દરમિયાન તમામ જિલ્લા તાલુકા તેમજ ગ્રામીણ વિસ્તારમાં ‘વન્ય પ્રાણી સપ્તાહ’ની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ૭ ઓકટોબર ના રોજ ભરૂચ સમાજિક વનીકરણ વિભાગના ડી.એફ.ઓ.ઉર્વશી બેન પ્રજાપતી તથા ઝઘડિયા રેન્જ સમાજિક વનીકરણ ના આર.એફ.ઓ.ઋષીરાજ સિંહ રેહવારના માર્ગદર્શન
અને સુચના મુજબ કપલસાડી ગામે "વન્ય પ્રાણી સપ્તાહ" કાર્યક્રમની ઉજવણી કરવામા આવી હતી.
પૃથ્વી પર જંગલો અને વન્યપ્રજાતિઓથી માનવ પ્રજાતિને આર્થિક-મનોવૈજ્ઞાનિક સહિત અન્ય રીતે લાભ મળી રહ્યો છે. આ લાભની લાલચમાં વન્યજીવોને મોટા પાયે નુકસાન પહોંચાડાઈ રહ્યું છે. આ કુદરતી સંસાધનોનું જતન કરવું આજના સમયમાં અત્યંત આવશ્યક થઈ ગયું છે ત્યારે પ્રાણીઓના જીવનને સુરક્ષિત કરવાના લાંબા ગાળાના ધ્યેય સાથે મહત્વપૂર્ણ પગલાં વિશે લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી સપ્તાહ દરમિયાન "વન્યપ્રાણી સપ્તાહ"આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત શનીવાર ના રોજ કપલસાડી પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમનુ આયોજન કરાયું હતુ જેમા શાળાના વિધ્યાર્થીઓ વચ્ચે ક્વિઝ કાર્યક્રમ રાખવામાં આવ્યું હતુ.
કાર્યક્રમમા વિદ્યાર્થીઓ દ્વારા વન્યજીવોના જતન અંગે સુંદર વકતવ્ય આપ્યું હતુ.કાર્યક્રમમા ઝઘડિયા ફોરેસ્ટર હેમંત કુલકર્ણી, વન રક્ષક કેયુર પટેલ, કપલસાડી પ્રાથમિક શાળાના આચાર્ય,શિક્ષકો અને વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો.
મલેક યસદાની
At This Time Bharuch
7043265606
7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.