દાહોદ: બળાત્કારનો પ્રયાસ નિષ્ફળ જતા શાળાના આચાર્યે જ બાળાને મોઢું દાબી મારી નાંખી હતી - At This Time

દાહોદ: બળાત્કારનો પ્રયાસ નિષ્ફળ જતા શાળાના આચાર્યે જ બાળાને મોઢું દાબી મારી નાંખી હતી


દાહોદ જિલ્લાના સીગવડ તાલુકામા તોરની પ્રાથમિક શાળામા ઘો. 1 મા અભ્યાસ કરતી છ વર્ષ ની માસુમ છોકરી ની હત્યાના કેસે ભારે ચકચાર મચાવી હતી

પોલીસે તપાસ નો ઘમઘમાટ શરૂ કરતાં પ્રથમ હત્યાનો ગુનો નોંધ્યો હતો.

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના પીપળીયા ગામેની છોકરી તોરની પ્રાથમિક શાળામાંથી ધોરણ ૦૧માં અભ્યાસ કરતી ૦૬ વર્ષિય માસુમ બાળાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરતાં પોલીસ તપાસમાં આરોપી હત્યારો શાળાનો આચાર્ય ખુદ નીકળતાં જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા બાળકીને મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવતાં આચાર્ય સામે લોકોએ ફીટકાર વરસાવ્યો હતો. માસુમ બાળકી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતા તે પ્રયાસમાં આચાર્ય નિષ્ફળ જતાં બાળકીનું મોં દબાવી માસુમને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી.

દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ચકચાર મચાવી મુકનાર ઘટના દાહોદના સીંગવડ મુકામે બની હતી. જેમાં ત્રણ દિવસ પહેલા સીંગવડના તોરની ગામે આવેલ પ્રાથમિક શાળામાંથી ધોરણ ૦૧માં અભ્યાસ કરતી માસુમ ૦૬ વર્ષિય બાળકીનો મૃતદેહ શાળામાંથી સાંજના ૦૬ વાગ્યાના આસપાસ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે બાળકીનું મોં દબાવી મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ આરંભ કર્યાે હતો. જેમાં દાહોદ એલસીબી પોલીસ સહિતની ટીમે જુદી જુદી ટીમો બનાવી શાળામાં તપાસ હાથ ધરી હતી. તે ઉપરાંત ડોગ સ્કોવર્ડ મારફતે પણ ઝીણવટપુર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. મૃતક બાળકીની માતા દ્વારા જણાવાયું હતું કે પોતાની પુત્રીને શાળાના આચાર્ય ગોવિંદ સાથે તેની ફોર વ્હીલર ગાડીમાં શાળાએ જવા તે દિવસે મોકલી હતી. આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસે આચાર્યની તેમજ શાળાના શિક્ષકોની પુછપરછ કરતાં પ્રથમ તબક્કે આચાર્ય ગોવિંદે જણાવ્યું હતું કે, બાળકીને હું મારી ગાડીમાં બેસાડીને શાળામાં લાવ્યો હતો પરંતુ ત્યારબાદ ગાડીમાંથી ઉતરી કંઈ બાજુ ગઇ તેની તેને ખબર નથી અને રોજીંદી કામગીરીમાં લાગી ગયો હતો. શાળા છુટ્યાં બાદ ઘરે જતો રહ્યો હતો તેમ આચાર્ય ગોવિંદે ઢોંગ કરી પોલીસને ગેરમાર્ગે દોરી હતી. જે વાત પોલીસને ગળે ન ઉતરતાં પોલીસે તેના મોબાઈલ ફોનનું ટેકનીકલ એનાલીસીસી કરતાં બાળકીને જે સ્થળેથી બેસાડેલી ત્યાંથી શાળામાં આવવા માટે લાગતા રોજીંદા સમય કરતાં બનાવના દિવસે વધારે સમય લાગ્યો હતો તેમજ કોલ રેકોર્ડ આધારે આચાર્યની ઉંડાણપૂર્વક યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં આચાર્ય પોલીસની પુછપરછમાં ભાંગી પડ્યો હતો અને તેણે કબુલ્યુ હતું કે, પોતાની ગાડીમાં બાળકીને બેસાડ્યાં બાદ બાળકી સાથે છેડછાડ તેમજ અડપલા કરતાં બાળકી બુમાબુમ કરવા લાગી હતી. જેથી બાળકીનું મોઢુ દબાવી દેતા બાળકી બેભાન થઈ ગઈ હતી. જેને પોતાની ગાડીની પાછળની સીટમાં મુકી શાળામાં લઈ આવ્યો હતો અને બાળકીને ગાડીમાં લોક કરી મુકી રાખી હતી અને શાળા છુટ્યાં બાદ પરત જતી વખતે આચાર્ય પોતાની જાતે બાળકીને શાળાના ઓરડા અને કંમ્પાઉન્ડ દિવાલની વચ્ચે મુકી આવ્યો હતો અને તેની સ્કુલ બેગ તથા ચપ્પલ તેના વર્ગખંડ બહાર મુકી દીધા હતો.

આમ, બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં અસફળ થયેલ આચાર્ય ગોવિંદ નટે માસુમ ૦૬ વર્ષિય બાળકીનું મોઢુ દબાવી મોતને ઘાટ ઉતારી હોવાનું પોલીસ તપાસમાં સામે આવતાં ગ્રામજનો તેમજ સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ મામલાની કહીકત સામે આવતાં મૃતક બાળકીના પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image