*પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પંચમહાલ જિલ્લાને ૨૧૨ કરોડના વિકાસ કાર્યોની આપશે ભેટ* - At This Time

*પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પંચમહાલ જિલ્લાને ૨૧૨ કરોડના વિકાસ કાર્યોની આપશે ભેટ*


*નલ સે જલ યોજના અંતર્ગત ૧૫૮.૫૨ કરોડની યોજનાનું ઈ-લોકાર્પણ*

*જિલ્લામાં ૫૩૮ ગામોના અંદાજે ૨.૧૫ લાખ ઘરોને નળ જોડાણ થકી પાણીનો મળશે સીધો લાભ*

*અદેપુર જુથ પાણી પુરવઠા યોજના અંતર્ગત ૨૦ કરોડની યોજનાનું ઈ- લોકાર્પણ*

*પંચમહાલ જિલ્લામાં ૨૩.૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લા પંચાયત ભવનનું ઈ- લોકાર્પણ*

ગોધરા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે જગત માતા મહાકાળી માતાના મંદીર ખાતે ધ્વજારોહણ કરી આશીર્વાદ લઈને દર્શન કરશે. આ મુલાકાત દરમિયાન તેઓ એક એવી જગ્યાની મુલાકાત લેવાના છે જે જગ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જ આ વિસ્તારના લોકો માટે વર્ષો પહેલા લોકાર્પિત કરવામાં આવી હતી અને એ જગ્યાનું નામ છે વિરાસત વન. હાલોલ તાલુકાના જેપુરા ગામમાં આવેલ વિરાસત વન વર્ષ ૨૦૧૧ મા તત્કાલીન મુખ્યમત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્થાપીત કરવામાં આવ્યુ હતું. પાવાગઢ ખાતે આવતા દર્શનાર્થીઓ,પ્રવાસીઓ માટે ખાસ બનાવવામાં આવેલા વિરાસત વનમાં શ્રી નરેન્દ્ર મોદીએ વૃક્ષારોપણ પણ કર્યું હતું. તેમણે અશોક સીતાના વૃક્ષનો રોપો રોપ્યો હતો અને આ રોપો આજે ૧૧ વર્ષે એક વૃક્ષ બન્યું છે જેની ખાસ મુલાકાતે પ્રધાનમંત્રી શ્રી વિરાસત વનની મુલાકાતે આવવાના છે.
ત્યાર પછી તેઓ વડોદરા ખાતે જનસભાને સંબોધન કરશે ત્યારે પંચમહાલ જિલ્લાને કુલ ૨૧૨ કરોડના વિકાસ કાર્યોની ભેટ અર્પણ કરશે. જેમા પંચમહાલ જીલ્લામાં દરેક ઘરે નળ જોડાણ કરીને પીવાનાં પાણીની સુવિધા નળ દ્વારા એટલે કે “નલ સે જલ” યોજનાનો શુભારંભ કરવામાં આવેલ છે. આ યોજનાના ભાગરૂપે જીલ્લામાં ખુબજ ઐતિહાસિક ઝડપથી કામગીરી કરવામાં આવી રહેલ છે. જિલ્લાની સૌથી મોટી નલ સે જલ યોજના અંતર્ગત ૧૫૮.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત વાસ્મો અંતર્ગત ૫૩૮ ગામોની અંદાજે ૨.૧૫ લાખઘરોને નળ જોડાણથી પાણી આપવા માટેની યોજના છે. આ યોજના થકી પોતાના જ ઘરે નાગરીકોને પાણી મળી રહેશે. આ યોજનાની અમલીકરણની કામગીરી વાસ્મો તથા ગ્રામ્ય પાણી સમિતિ દ્વારા કરવામાં આવી રહેલ છે. હાલમાં કુલ ૩૯૮ ગામોના ૧.૨૨ લાખ જેટલા ઘરોને એટલેકે ૬.૦૮ લાખ વસ્તીને નળજોડાણથી પાણી મળી રહ્યુ છે. જયારે ૧૪૦ ગામોના ૯૩ હજાર ઘરોની કામગીરી પ્રગતિમાં છે. જે ટુંક સમયમાં એટલેકે જુન-૨૦૨૨ પુર્ણ કરવાનું આયોજન કરાયું છે.
આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી ગોધરા સ્થિત નવિન જિલ્લા પંચાયત ભવનનુ પણ ઈ- લોકાર્પણ કરશે. આ ભવન કુલ ૨૩.૦૫ કરોડના ખર્ચે તૈયાર થયું છે. જાહેર જનતાને સરકારી કામકાજ અર્થે મુશ્કેલી ન પડે તે ધ્યાને લઇ સરકારશ્રી દ્વારા નવીન જિલ્લા પંચાયત કચેરીનું એક જ કંમ્પાઉન્ડમાં એક સરખી અધ્યત્તન ડીઝાઇનનું જળસંચય, પાણી પુરવઠો, ગટર નિકાલ, વિજળીકરણ, લીફટ,રસ્તા, કમ્પાઉન્ડ વોલ, ફર્નિચર, કોન્ફરન્સ હોલ, બાગબગીચો વગેરે આધુનિક સગવડો સાથેનું મકાન બનાવવામાં આવ્યું છે.
આ સિવાય ૨૦ કરોડના ખર્ચે અદેપુર જુથ પાણી પુરવઠા યોજનાનું પણ પ્રધાનમંત્રી ઈ- લોકાર્પણ કરશે. ઘોઘંબા તાલુકાના ૨૦ ગામો માટેની કરાડ ડેમ આધારિત અદેપુર જુથ પાણી પુરવઠા યોજનાથી ૫૮,૮૬૫ માણસોની વસ્તીને પીવાના પાણીનો લાભ મળશે. સદર યોજનામાં કરાડ ડેમની કેનાલમાંથી પાણી લઈ અદેપુર ગામ પાસે બનાવેલ ૧૧.૨૪ એમ.એલ.ડી.ક્ષમતાના પાણીને ફીલ્ટર પ્લાંટમાં શુધ્ધ કરી, ભુગર્ભ સંપમાં સંગ્રહ કરી ત્યાંથી પંપીગ દ્રારા અદેપુરની હયાત ઉંચી ટાંકી તથા લાબડાધરા પાસે નવીન બનાવેલ ઉચી ટાંકીમાં ચઢાવીને ગ્રેવિટી દ્રારા ભુગર્ભ સંપમાં પાણી આપવાનું આયોજન કરેલ છે.
આ સિવાય પ્રધાનમંત્રી ગોધરા અને શહેરા ખાતે સ્થિત બે નવા સબ સ્ટેશનનું પણ ઈ-લોકાર્પણ કરશે. આ બન્ને સબ-સ્ટેશન ૧૦ કરોડ ૫૦ લાખના ખર્ચે તૈયાર થયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.