સુરેન્દ્રનગર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયો કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ કાર્યક્રમ
તા.17/04/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચેરમેનશ્રી યોગ સેવક શિશપાલજી રાજપુતના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં નાડોદા રાજપૂત સમાજ બોર્ડિંગ 80 ફૂટ રોડ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 550થી પણ વધુ યોગી ભાઈ બહેનોએ ઉપસ્થિત રહા હતાં અને પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું હતું 5 ઝોન યોગ કોર્ડીનેટર શ્રી વિજયભાઈ શેઠ, યોગ પ્રચારક ધનાભા જડિયા, સોશિયલ મીડિયા ઝોન કોર્ડીનેટર શૈલેષભાઈ ટાંક, સુરેન્દ્રનગર જિલ્લા કોઓર્ડીનેટર મોનિકાબેન ચુડાસમા, દેવભુમી દ્વારકા જીલ્લા કોર્ડીનેટર સન્નીભાઈ પુરોહિત, યોગ કોચ, યોગ ટ્રેનરો, યોગસાધકો સહિત અતિથિ વિશેષ તરીકે સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહજી ગોહિલ સાહેબ, સુરેન્દ્રનગર ભાજપ શહેર પ્રમુખ ડો.દેવાંગભાઈ રાવલ, ન્યાલકરણ વિદ્યાલય પ્રિન્સિપાલ વિક્રમસિંહ પરમાર, પતંજલિ જિલ્લા પ્રભારી સી.કે પરમાર સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન ચેરમેન યોગ સેવક શિશપાલજીનો વિડીયો સંદેશ યોગ બોર્ડ જર્ની ક્વીકીનું પણ સ્ક્રિનિંગ દ્વારા પ્રસારણ કરવામાં આવ્યું હતું ત્યારે દીપ પ્રાગટ્ય, મહેમાનોનું સુરેન્દ્રનગર જિલ્લા કોડીનેટર મોનિકાબેન ચુડાસમા દ્વારા કાર્યક્રમની રૂપરેખા ઝોન કોર્ડીનેટર વિજયભાઈ શેઠ દ્વારા કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું આ ઉપરાંત સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત કાર્યક્રમ અનુલક્ષીને મેદસ્વિતા મુક્તિ માટેના આસનોની તાલીમ આપવામાં આવી હતી અને શૈલેષભાઈ ટાંક દ્વારા સોશિયલ મીડિયા અવેરનેસ ની માહિતી આપવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
