બરવાળા તાલુકાની મિશ્રશાળા અને કુંડળ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગામ લોકોને લોકશાહીના અવસરમાં ઉત્સાહપૂર્વક જોડાઈને મતદાન કરવા પ્રેરિત કરાયા
સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત મતદાન કરવું મારો હક મતદાન કરવું એ મારો અધિકાર ના નારા સાથે મિશ્ર શાળા બરવાળા અને કુંડળ ગામમાં રેલી યોજાઇ બરવાળા તાલુકા ની મિશ્રશાળાના વિદ્યાર્થીઓ અને કુંડળ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત મતદાન જાગૃતિ અર્થે રેલી યોજવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ગામ લોકોને લોકશાહીના અવસરમાં ઉત્સાહપૂર્વક જોડાઈને મતદાન કરવા પ્રેરિત કર્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા મતદાન એ મારો અધિકારના નારા સાથે બરવાળા શહેર અને કુંડળ ગામમાં રેલીઓ યોજી હતી અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંતર્ગત સમગ્ર રાજ્યમાં મતદાન જાગૃતિ અભિયાન માટે સ્વીપ કાર્યક્રમ અન્યવે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે બરવાળા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેશકુમાર ડી ચાવડા અને તેમની ટીમ દ્વારા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત બરવાળા તાલુકાના તમામ ગામોમાં મતદાન જાગૃતિ લક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.