ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં અને ઞીર ઞઢડા તાલુકાનાં બોડીદર ઞામની ગુંદાવાળા વિસ્તારની સીમમાં સિંહોનાં ધામા ખેડૂતો પરેશાન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/socfdbflzltqm86a/" left="-10"]

ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં અને ઞીર ઞઢડા તાલુકાનાં બોડીદર ઞામની ગુંદાવાળા વિસ્તારની સીમમાં સિંહોનાં ધામા ખેડૂતો પરેશાન


તા:12 ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં અને ઞીર ઞઢડા તાલુકાની બોડીદર ગ્રામ્ય વિસ્તારોની સીમમાં સિંહ સિંહણનાં ધામા ખેડૂતોમાં ભયનો માહોલ ગઈકાલ સવારનાં 6:00 વાગ્યાનાં અરસામાં તા:12 નાં રોજ ગીર ગઢડા તાલુકામાં આવેલી બોડીદર ઞામની સીમ ગુંદાવાળા વિસ્તારમાં ગઈકાલે સવારનાં પોરમાં જ એક ખેડૂતની વાડીમાં એક જ સાથે બે સિંહો એક ખેડૂત ભરતભાઈ નરસિંહભાઇ ડોડીયાની વાડીનાં થાળામાં જ ખાબકતાં જ ખિલ્લા ઉપર બાંધેલી દૂધ દેતી ઞીર ગાય ઉપર મારણ કરતાં ઘટનાં સ્થળે ગાયનું ઢીમ ઢાળી દીધું હતું જેમની આશરે કિંમત રૂપિયા 50 થી 60 હજાર હોય ત્યારે આ ખેડૂત પુત્ર ચિંતામાં મુકાયાં હતાં જેમાં આ ખેડૂતપુત્ર પોતાની બીજી વાડીમાં પાણી વાળતાં હતાં ત્યાં સ્થળ ઉપર આવતાં આ ગાયનું મારણ જોતાં ખેડૂત ધ્રુજી ઊઠ્યા હતાં

ત્યારબાદ જેમની જાણ ખાંભા રેન્જનાં જંગલ ખાતાનાં અધિકારીઓને જાણ કરતાં તુરંત જ ખાંભા રેન્જનાં અધિકારી ઘટનાં સ્થળ ઉપર પંચરોજ કામ કરવાં પહોંચી ગયાં હતાં અને યોગ્ય કાર્યવાહી કરીને રાજ્ય સરકાર દ્વારા અપાતું વળતરની યોગ્ય કાર્યવાહી કરવા કામગીરી હાથધરી હતી જેમાં ગાયની મૂળ કિંમતનાં 10% વળતર મળવાપાત્ર રાજ્ય સરકાર દ્વારા રકમ ચૂકવવામાં આવે છે એમની યોગ્ય કાર્યવાહી કરી હતી જેમાં આવી ઊંચી કિંમતનાં ખેડૂતોનાં માલઢોરની કિંમત કરતાં પણ ઓછું યોગ્ય વળતર ચુકવવામાં આવે છે ત્યારે આ ખેડૂતપુત્રને વધુ રાજ્ય સરકાર તરફથી સહાય મળે અને યોગ્ય કરવામાં આવે એવી આ ખેડૂતપુત્રએ રાજ્ય સરકાર પાસેથી ગાયનું યોગ્ય વળતરની રકમ મળે એવી આ ખેડૂતે માંગણી કરી છે

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]