શ્રી ઘેલા સોમનાથ મહાદેવ નો પંદરમી સદી સંને ૧૪૫૭ ની આસપાસ નો ઈતિહાસ.
વેરાવળ પ્રભાસપાટણ પાસે આવેલા સોમનાથ મંદિરને લુંટવા તથા મંદિરનો નાશ કરવા માટે એ સમયે મહમદ ગઝનીએ બે થી ત્રણ વાર હુમલો કર્યો હતો પરંતુ તેને તેમાં નિષ્ફળતા મળી હતી આ સમયે જુનાગઢ ઉપર કુંવર મહિપાલ ની કુંવરી મીનળદેવી કે જે શિવભકિત માં તલ્લીન હતા અને મુસ્લીમ રાજાઓથી બચવા તેમણે શિવલીંગની સ્થાપના ભુર્ગભમાં કરી હતી અને ત્યાં જ પુજા કરતા હતા આમ મીનળદેવીને ભોળાનાથમાં અપાર શ્રધ્ધા હતી,
વર્ષ ૧૪૫૭ ની આસપાસ ગુજરાત ઉપર મહમદ જાફરની આણ વરતાતી હતી તેણે ભુગર્ભમાં જયોર્લી લીંગ છે તેની જાણ થતા આક્રમણ કર્યું પરંતુ તેની કુંવરી હુરલ મીનળદેવી સાથે મળી ગયેલ અને તેને મીનળદેવીને તેના પિતાશ્રી ને મનસુબાની જાણ કરી દીધી હતી આજ સમયે મીનળદેવી ને સ્વપ્નમાં આવ્યું અને તે મુજબ મીનળદેવી અને ઘેલો વાણીયો શિવની પાલખી લઇને ત્યાંથી ભાગી નિકળેલ આમ દાદાની પાલખી દુર દુર નીકળી ગયેલ ત્યારે સુલતાનને ખબર પડી કે લીંગ તો સોમનાથમાં નથી તેથી તેણે તેનું સૈન્ય પાલખી પાછળ દોડાવ્યું જયાં જયાં ગામ આવે ત્યાં તે ગામનાં ક્ષત્રિયો અને બ્રાહ્મણો લીંગ બચાવવા સૈન્ય સાથે યુધ્ધે ચડયા આમ શિવજીની પાલખી સોમનાથથી આશરે અઢીસો કિલો મીટર દુર જસદણ તાલુકાના કાળાસર અને મોઢુકા ગામની વચ્ચે આવેલ નદી કિનારા સુધી પહોંચી જયાં શીવલીંગની સ્થાપના થઇ સાથો સાથ આ મંદિરની સામે જ ડુંગર ઉપર મીનળદેવીએ સમાધી લીધી આ યુધ્ધ દરમ્યાન ઘેલો વાણીયો મરાયો તેથી મંદિરનું નામ “ ઘેલા સોમનાથ ” રાખવામાં આવ્યું તેમજ નદીનું નામ પણ " ઘેલો નદી ’’ રાખવામાં આવ્યું આ યુધ્ધમાં હજારો બ્રાહ્મણો મરાયા હતા આ જગ્યાની સ્થાપના વેજલ ભટ્ટ નામનાં બ્રાહ્મણે કરી હતી આમ આ જગ્યા એક પૌરાણિક ઇતિહાસ સાથે સંકળાયેલ છે.
Report by :- Keyur Thakkar
Ahmedabad
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.