ચાર ગામોમાં પીવાના પાણી માટે રૃપિયા 2.21 કરોડનો ખર્ચ કરાશે - At This Time

ચાર ગામોમાં પીવાના પાણી માટે રૃપિયા 2.21 કરોડનો ખર્ચ કરાશે


સાંતેજ,
ઇટલા, જલુન્દ્રા
તથા માણેકપુરા એમપાણી પુરવઠાના ચાલુ કામો ઝડપભેર પૂર્ણ કરવા તથા કામગીરીની ગુણવત્તા જાળવવા માટે કલેક્ટરે ટકોર કરીગાંધીનગર :  ગાંધીનગર જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક આજે
કલેકટરના  અઘ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ
બેઠકમાં જિલ્લાના ચાર ગામોમાં પીવાના પાણીની યોજના સંબંધિત ખૂટતી વ્યવસ્થાના
રૃપિયા ૨.૨૧ કરોડ વધુના નવીન કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી.ગાંધીનગર
જિલ્લાના જે ગામોમાં પાણીની વ્યવસ્થા સંબંઘિત જે કામો હાલ ચાલુ છે, તે ઝડપથી પૂર્ણ
થાય અને તેની ગુણવત્તા પણ જણવાઇ રહે તે માટે સંબંઘિત અધિકારીઓને  સૂચના આપવામાં આવી હતી.જિલ્લા કલેકટરે ગાંધીનગર તાલુકાના મોટી આદરજ, વાકાનેરડા, રાયપુર, અડાલજ, શેરથા અને
ચેખલારાણી,  માણસા તાલુકાના ચરાડા,
સોલૈયા, વેડા, વિહાર અને લોદરા, કલોલ તાલુકાના
હાજીપુર, સોજા, સઇજ, છત્રાલ, બાલવા, રકનપુર અને કોઠા
ગામમાં પાણીની ટાંકી, પાઇપલાઇન, સંપ જેવી પાણી
સંબંઘિત કામોની પ્રગતિ અંગેની વિસ્તૃત સમીક્ષા કરી હતી.  આ બેઠકમાં ગાંધીનગર જિલ્લાના દહેગામના
જલુન્દ્રા, માણસાના
માણેકપુરા અને ઇટલા અને કલોલના સાંતેજ ગામમાં પાણીની વ્યવસ્થાના રૃપિયા ૨.૨૧
કરોડથી વઘુના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. જેમાં દહેગામ તાલુકાના
જલુન્દ્રા ગામમાં એક લાખ લીટર ક્ષમતાની ૧૨ મીટર ઉંચી પાણીની ટાંકી, કનેકટીવટી, પાઇપ, પમ્પીંગ અને જોબ
કનેકશનના કામો કરવામાં આવશે.માણસા તાલુકાના માણેકપુર ગામમાં ત્રણ લાખ લિટરની ક્ષમતાનો
ભૂગર્ભ સંપ, કનેકટીવીટી, પાઇપ, પમ્પીંગ મશીનરી
અને જોબ કનેકશન તથા ૩૦.૧૮ લાખના ખર્ચે ઇટલા ગામમાં ૧.૫ લાખ લિટરની ક્ષમતાનો ભૂગર્ભ
સંપ, કનેકટીવીટી, પાઇપના કામ
કરવામાં આવશે. કલોલ તાલુકાના સાંતેજ ગામમાં દોઢ લાખ લિટર ક્ષમતાની ૧૨મી ઉંચી ટાંકી, ૨ લાખ લિટર
ક્ષમતાનો ભૂગર્ભ સંપ, કનેકટીવટી, પાઇપ અને પમ્પીંગ
મશીનરી, જોબ
કનેકશન અને વીજળીકરણના કામ કરવામાં આવશે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.