વડનગર ડેપો ખાતે નેશનલ રોડ સેફ્ટી મંથ અંતર્ગત એક દિવસ સેમિનાર યોજાઈ ગયો - At This Time

વડનગર ડેપો ખાતે નેશનલ રોડ સેફ્ટી મંથ અંતર્ગત એક દિવસ સેમિનાર યોજાઈ ગયો


વડનગર ડેપો ખાતે નેશનલ રોડ સેફ્ટી મંથ અંતર્ગત એક દિવસ સેમિનાર યોજાઈ ગયો
આ સેમિનાર માં મહેસાણા આર.ટી. ઓ. ઓફિસ વતી માનનીય ચૌધરી સાહેબ, બારોટ સાહેબ, તથા વડનગર પોલીસ સ્ટેશન અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા. તેમજ વડનગર ડેપો મેનેજરશ્રી,અને મોટી સંખ્યામાં કર્મચારી ભાઈઓ હાજર રહ્યા. આ મીટીંગ માં રોડ સેફ્ટી, આર. ટી. O. નિયમો અને સલામતી અંગે ખૂબ સુંદર પી.પી.ટી. પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું. ડેપો મેનેજર શ્રી તરફથી દરેક ડ્રાઈવર કર્મચારી ભાઈઓ એ જાગૃતિ રાખી તકેદારી થી વાહન હંકારવા અને આપણી, અને મુસાફર જનતાની સુરક્ષા ધ્યાનમાં રાખવા અંગે અપીલ કરી હતી વડનગર ડેપો નાં દરેક કર્મચારીઓ હાજર રહી આ પ્રેઝન્ટેશન નાં માધ્યમથી ખૂબ ઉપયોગી માર્ગદર્શન મેળવ્યું. એ બદલ આર.ટી. ઓ. અધિકારીશ્રી, તથા વડનગર પોલીસ સ્ટાફ નો ખૂબ ખૂબ આભાર .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.