શ્રી વડોદ તાલુકા શાળામાં શાહિદ દિવસની ઉજવણી થઈ - At This Time

શ્રી વડોદ તાલુકા શાળામાં શાહિદ દિવસની ઉજવણી થઈ


30 જાન્યુઆરી 1948 ના રોજ નથુરામ ગોડસે એ મહાત્મા ગાંધીને ગોળી મારી હત્યા કરી હતી. ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજીને યાદ કરવા અને તેમનું સન્માન કરવા શ્રી વડોદ તાલુકા શાળામાં પ્રાર્થના કાર્યક્રમમાં ફોટા પર પુષ્પ અર્પણ કરી બે મિનિટ મૌન ધારણ કરી શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે શાળાના શિક્ષક રમેશભાઈ મકવાણા દ્વારા ગાંધીજીએ કરેલા સત્યાગ્રહો અને તેમના જીવન વિશે વિસ્તૃત સમજ આપી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે શાળાના આચાર્ય ગિરીશભાઈ બાવળિયા તેમજ સ્ટાફ મિત્રો પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી શહિદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.