પટેલ ટ્રેડિંગ કંપની ના માલિક ધર્મેન્દ્રભાઈ પટેલ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યુ. - At This Time

પટેલ ટ્રેડિંગ કંપની ના માલિક ધર્મેન્દ્રભાઈ પટેલ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યુ.


ગઈકાલે બાયડ તાલુકાના ચાંપલાવત ખાતે રહેતા(વિધવા) મંગુબેન સોલંકીનું મકાન ધરાશાહી થઈ ગયું છે ત્યારે તેમને બીજો કોઈ આધાર નથી એવામાં આજના આ કળયુગ સમયમાં પણ અમુક માણસો એવા જીવે છે .જે લોકો ને મદદરૂપ થાય છે.તેવા એક સેવાભાવી સાઠંબામાં પટેલ ટ્રેડિંગ કંપની ના માલિક ધર્મેન્દ્રભાઈ પટેલ દ્વારા આજ રોજ ચાંપલાવત ખાતે જઈને મંગુબેન સોલંકીને કરિયાણાની (બે) કીટ આપવામાં આવી હતી.તેમની આ કામગરી ને સાઠંબાના વેપારીઓએ બિરદાવી હતી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image