ક્રાઈમ બ્રાન્ચની ફંટરો પર ધોંસ: બે દરોડામાં સ્ક્રેપનો ધંધાર્થી અને વેપારી ઝડપાયા - At This Time

ક્રાઈમ બ્રાન્ચની ફંટરો પર ધોંસ: બે દરોડામાં સ્ક્રેપનો ધંધાર્થી અને વેપારી ઝડપાયા


આઇપીએલ સીઝન દરમિયાન શહેરમાં કોઈપણ ભોગે શહેરમાં ક્રિકેટ સટ્ટો રમવા ન દેવાં ક્રાઈમ બ્રાન્ચે નેમ લીધી હોય તેમ અવિરત દરોડા પાડી ફંટરો અને બુકીઓને પકડી રહી છે.
ત્યારે વધું બે દરોડા પાડી રણછોડનગરમાંથી સ્ક્રેપનો ધંધાર્થી વિપુલ શિયાણી અને ગંગોત્રી પાર્ક મેઇન રોડથી વેપારી અશોક કોટડીયાને ક્રિકેટ સટ્ટો રમતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ એમ.જે.હુણ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે હેડ કોન્સ્ટેબલ અમિત અગ્રાવતને રણછોડનગર સી.એમ. મોટર ગેરેજ પાસે જાહેરમાં રોડ ઉપર એક શખ્સ પોતાની પાસેના ફોનમાં ક્રીકેટ સેસન ઉપર ડબ્બાનો જુગાર રમી કપાત કરાવે છે તેવી ચોકકસ બાતમીના આધારે દરોડો પાડી એક શખ્સ મોબાઇલ ફોન ઉપર લાઇવ ક્રીકેટ જોઇને તેના ઉપર સટ્ટો રમી રમાડતો જોવામાં આવતા તેની અટક કરી તેનું નામ પૂછતાં વિપુલ ભુપત શીયાણી (ઉ.વ.40),(રહે. ગુંદાવાડી શેરી નં.20, ચોરાની બાજુની શેરી) જણાવ્યું હતું. તેની પાસે રહેલ મોબાઈલમાં તપાસ કરતાં તેમાં ક્રિકેટ લાઇવ લાઈન નામની એપમાં આઈપીએલની સીરિઝમાં કોલકતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે ચાલતી લાઇવ ટી-20 ક્રિકેટ મેચનો સ્કોર જોઇ બીજા ફોનથી રન ફેર ઉપ2 પૈસાની કપાત કરાવી જુગાર રમી રમાડતો હોવાનું સામે આવતાં તેની ધરપકડ કરી હતી.
જ્યારે તેની પાસે રહેલ મોબાઈલમાં જોતા ઉપરની લાઇનમાં મો.નં.8238422631 વાળા પાસે ક્રીકેટના સટ્ટાની કપાત કરાવતો હોવાની કબુલાત આપતા મોબાઈલ નંબરના આધારે તપાસ હાથ ધરી હતી. જ્યારે બીજા દરોડામાં ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ નગીનભાઇ ડાંગર અને વાલજીભાઈ જાડા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતાં ત્યારે મળેલ ચોક્કસ બાતમીના આધારે ગંગોત્રી પાર્ક મેઇન રોડ શ્યામલ એપાર્ટમેન્ટ પાસે જાહેરમાં ક્રિકેટ સટ્ટો રમતાં અશોક ધનજી કોટડીયા (રહે. રૂષિકેશ સોસાયટી યુનિવર્સિટી રોડ) ની અટક કરી તેના મોબાઈલમાં તપાસ કરતાં ગુગલ ક્રોમ એપમાં 100 બેટ નામની આઈ.ડી. ઓપન થયેલ હોય તેમાં હાલમા ચાલી રહેલી યુ.એસ.એ. તથા બાંગ્લાદેશ વચ્ચે ચાલતી લાઇવ ટી-20 ક્રીકેટ મેચનો ઉપર રનફેર અને ઓવર ઉપર હારજીતના અલગ-અલગ સોદાઓ કરી જુગાર રમતો હોવાનું ખુલતાં તેની ધરપકડ કરી હતી.
જ્યારે આરોપીને આઈડી બાબતે પૂછતાં તે આઈડી તેને તુષાર જેન્તી કાંજીયા (રહે.જનકપુરી સોસાયટી, સાધુવાસવાણી રોડ) નું નામ આપતાં ક્રાઈમ બ્રાન્ચે તેની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.