કાળજાળ ગરમી મા પશુઓ વૃક્ષ ના છાયા નીચે બેસી ઠંડક મેળવી રહ્યાં છે - At This Time

કાળજાળ ગરમી મા પશુઓ વૃક્ષ ના છાયા નીચે બેસી ઠંડક મેળવી રહ્યાં છે


આટકોટમાં કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકો ઘરમાં, ઓફિસમાં પંખા, એ.સી.માં બેસી શકે છે પરંતુ પશુ-પક્ષીઓ ક્યાં જાય ? આવી ભીષણ ગરમીમાં પશુ-પક્ષીઓની હાલત દયનીય બની છે તેવામાં આટકોટમાં કુદરતી નજારો જોવા મળ્યો હતો. પશુઓ વૃક્ષના છાયા નીચે બેસી તડકાથી રાહત મેળવતા નજરે પડ્યા હતા. આ દૃશ્યો જોઈ લોકો પણ કહી રહ્યા છે કે જો વૃક્ષો નહીં હોય તો હજુ પણ વધારે ગરમી પડી શકે છે. લોકોએ વધારે વૃક્ષો વાવવા જોઈએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.