વાગરા: કોઠીયા ગામની સીમમાંથી કતલના ઈરાદે લઈ જવાતા ગૌ-વંશને પોલીસે બચાવ્યા, 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરાયો - At This Time

વાગરા: કોઠીયા ગામની સીમમાંથી કતલના ઈરાદે લઈ જવાતા ગૌ-વંશને પોલીસે બચાવ્યા, 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરાયો


કોઠીયાથી ભેરસમ જતા માર્ગ પરથી ગૌ-વંશ ભરેલ ટેમ્પો સાથે એક આરોપીને વાગરા પોલીસે ઝડપી પાડ્યો હતો. ટેમ્પો સહિત 7.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગુનામાં સંડોવાયેલ અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

વાગરા પંથકમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રહે તે માટે વાહન ચેકીંગ સહિતની કામગીરી કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાને આધારે વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી ફૂલતરીયા સ્ટાફના માણસો સાથે વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી મળી હતી, કે એક ટાટા ઇન્ટ્રા ટેમ્પો નંબર GJ-16-AW-9655 જેમાં કટલ કરવાના ઇરાદે પશુઓ ભરેલા છે. જે ટેમ્પો કોઠીયાથી ભેરસમ જવાના માર્ગ પરથી પસાર થવાનો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. જે આધારે વાગરા પોલીસ મથકના પી.આઇ એ તાત્કાલિક સ્ટાફના માણસોને કોઠીયાથી ભેરસમ જતા માર્ગ પર નાળા પાસે વોચમાં ગોઠવી દીધા હતા. બાતમી મુજબનો ટેમ્પો આવતાજ પોલીસે તેને અટકાવી સાઈડમાં પાર્ક કરાવી ટેમ્પોમાં તપાસ કરતા ટેમ્પોમાંથી એક સફેદ કલરની ગાય જેને ટૂંકા દોરડા વડે અતિક્રૂરતા પૂર્વક બાંધેલ જણાઈ આવી હતી. તદુપરાંત ગાયને ખાવા માટે ઘાસચારો કે પીવાના પાણીની પણ વ્યવસ્થા રાખેલ ન હોવાનું ધ્યાને આવ્યું હતું. વધુમાં પશુ હેરાફેરી કરવા અંગેનું કોઈ સક્ષમ અધિકારીનું પાસ પરમીટ પણ મળી આવ્યું ન હતું. જેથી ગેરકાયદેસર રીતે પશુની હેરાફેરી કરવા બદલ પોલીસે 25,000ની કિંમતની એક ગાય, ટાટા ઇન્ટ્રા ટેમ્પો નંબર GJ-16-AW-9655 જેની કીમત રૂપિયા 7,00,000 , એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 5000 તથા રોકડ 1930 મળી કુલ 7,31,930 રૂપિયાના મુદ્દામાલ સાથે જંબુસરના રોશન પાર્કમાં રહેતા મઆઝ મોહંમદ હનીફ કુરેશીની અટકાયત કરી હતી. અને ગેરકાયદે પશુ હેરાફેરી કરવા અંગે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. તેમજ ગુનામાં સંડોવાયેલ મુસ્તાક કુરેશી સહિત સદથલા ગામેથી ગાય ભરી આપનારને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાની દિશામાં તપાસનો ધમધમાત શરૂ કર્યો છે.

રિપોર્ટર: સૈયદ શેર અલી


9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.