જસદણ અમદાવાદ હાઈવે ઉપર બસ અને ખટારા વચ્ચે અકસ્માત - At This Time

જસદણ અમદાવાદ હાઈવે ઉપર બસ અને ખટારા વચ્ચે અકસ્માત


જસદણ અમદાવાદ હાઈવે ઉપર બસ અને ખટારા વચ્ચે અકસ્માત

જસદણ અમદાવાદ હાઈવે ઉપર લીલાપુર ગામ રસ્તે ખેતેશ્વર રેસ્ટોરન્ટ આગળ એક બસ નો અકસ્માત સર્જાયો હતો જેમાં બસ અમદાવાદ સાઈડ જતી હતી ત્યારે આગળથી ખટારા વાળો ડાબી બાજુ વળતા ખટારાનું પાછળ બસ અથડાતા અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં બસનો કાચ તૂટી ગયેલ અને અકસ્માત થતાં ડ્રાઇવરને કાચ વાગતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. માહિતી અનુસાર આ બસ પ્રવાસની હોય તેવું જાણવા મળી રહ્યું છે જેમાં બે બસ હતી એક બસ છોકરાઓ માટેની અને એક બસ છોકરીઓ માટેની હતી. જમાના આ અકસ્માતમાં છોકરીઓની બસનું એક્સિડન્ટ થયું જાણવા મળેલ છે.
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.