દરિયાઈ પટ્ટીનો નવતર સિંહરાજ: પાલિતાણા, તળાજા, મહુવા અને જેસરમાં અંદાજે ૫૦ સિંહોનો વસવાટ
એશિયાઈ સિંહોને સાવજ, કેસરી, બબ્બર શેર, ડાલામથ્થ તરીકે ઓળખવામાં આવે છે, હવે માત્ર ગીર જંગલ પૂરતા સીમિત રહ્યા નથી. ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલા દરિયાઈ પટ્ટી ખાસ કરીને પાલિતાણા, તળાજા, મહુવા અને જેસરના વિસ્તારોમાં આશરે ૪૫ થી ૫૦ સિંહોનો વસવાટ નોંધાઈ રહ્યો છે. આ સંખ્યા છેલ્લા કેટલાક વર્ષોમાં દરિયાઈ વિસ્તારમાં સિંહોની વધતી હિલચાલનો સ્પષ્ટ દાખલો આપે છેલ્લી ૧૫મી સિંહ વસ્તી ગણતરીના તારણો અનુસાર ભાવનગરના આંતરિક વિસ્તારોમાં ૫૬ અને દરિયાઈ પટ્ટીમાં ૧૭ સિંહો હોવાનું અંદાજવામાં આવ્યું હતું. આખા રાજ્યમાં એ સમયગાળામાં કુલ ૬૭૪ સિંહોની વસ્તી નોંધાઈ હતી. જોકે, છેલ્લા દોઢેક વર્ષમાં ખાસ કરીને તળાજા અને ઘોઘા જેવા દરિયાઈ વિસ્તારોમાં આશરે ૧૦ જેટલા સિંહોએ પોતાનું નવું ટેરિટરી વિકસાવ્યું છે વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે આયોજિત થતી વસ્તી ગણતરીના ૧૬મા તબક્કા અંતર્ગત આગામી ૧૦ થી ૧૩ મે વચ્ચે સિંહોની ગણતરી હાથ ધરાશે. આ અંતર્ગત પ્રાથમિક ગણતરી તા. ૧૦-૧૧ મે અને આખરી ગણતરી તા. ૧૨-૧૩ મે દરમ્યાન થશે આ વસ્તી ગણતરી ભાવનગર, અમરેલી સહિત કુલ ૧૧ જિલ્લાના ૫૮ તાલુકાના કુલ ૩૫,૦૦૦ ચો.કિ.મી. વિસ્તારને આવરી લેશે. ગણતરી માટે ડાયરેક્ટ બીટ વેરીફિકેશન પદ્ધતિ અપનાવવામાં આવશે. વધુમાં, હાઇ રીઝોલ્યુશન કેમેરા, કેમેરા ટ્રેપ, સિંહોને પહેરાવેલા રેડિયો કોલર અને GIS આધારિત ‘સિમ્બા’ નામના સોફ્ટવેરની મદદથી સિંહોની ગતિવિધિ, રહેઠાણની પસંદગી અને વિતરણ પેટર્ન પર નજર રાખવામાં આવશે ‘સિમ્બા’ સોફ્ટવેર GPS આધારીત ડેટા દ્વારા વિસ્તારોને રેખાંકિત કરતો હોવાને કારણે સિંહોની ગણતરીમાં ડુપ્લીકેશન ટળશે અને વધુ સચોટ માહિતી મેળવી શકાશે દરિયાઈ પટ્ટીમાં સિંહોની વધતી હાજરી તેમનાં પરિવર્તનશીલ ટેરિટરી વર્તન તરફ સંકેત આપે છે. આ પરિવર્તન વન્યજીવન સંરક્ષણ માટે નવી પડકારો સાથે નવા અવસરો પણ સર્જે
આ પ્રકારના તમામ સમાચાર માટેે
