માધવગઢમાં પિતાનું નિધન છતાં દીકરીએ બોર્ડની પરીક્ષા પૂર્ણ કરી - At This Time

માધવગઢમાં પિતાનું નિધન છતાં દીકરીએ બોર્ડની પરીક્ષા પૂર્ણ કરી


ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શુ થશે દિકરીની બોર્ડની પરીક્ષાના છેલ્લા પેપરના દિવસે જ વૃદ્ધ પિતાનું નિધન થતાં એક તરફ પિતાની અર્થી અને બીજી તરફ જીવનની કારકિર્દીના ઘડતર માટે મહત્વની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈ દિકરી પરીક્ષા આપવા પરીક્ષા ખંડમાં પહોંચતા આ વિદ્યાર્થિનીના પિતાની નિધનના દુ:ખદ સમાચાર સાંભળતા પરીક્ષા કેન્દ્રના સંવાહકે પણ વિદ્યાર્થિનીને સાંત્વના પાઠવી હતી. વિદ્યાર્થિનીએ બોર્ડની પરીક્ષાનું છેલ્લુ પેપર આપી પરીક્ષા પૂર્ણ કરી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણ, તલોદ તાલુકાના માધવગઢ ગામના નરેન્દ્રભાઈ રણછોડભાઈ પટેલ (ઉ.વ.૬૨) જેમની દિકરી આસ્થા ધો.૧૦માં અભ્યાસ કરતી હતી આ વિદ્યાર્થિર્નીની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે.ત્યારે આ બોર્ડની પરીક્ષાના ગતરોજ છેલ્લા હિન્દી વિષયના પેપરના પરીક્ષાના દિવસે જ વિદ્યાર્થિર્નીના પિતા નરેન્દ્રભાઈ પટેલનું ટૂંકી માદગી બાદ ગતરોજ નિધન થતાં પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.એકબાજુ પિતાનું નિધન અને બીજી બાજુ બોર્ડની પરીક્ષાની વિંટબણા વચ્ચે દિકરી પિતા ગુમાવ્યાના દુ:ખ ને પોતાના ર્હદયમાં જ સમાવી લઈ તલોદ ખાતે આવેલ સી.ડી.પટેલ હાઈસ્કૂલના પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી જઈ કારકિર્દીના ઘડતર માટેની બોર્ડની હિન્દી વિષયનું પેપર આપી પરીક્ષા હેમખેમ પૂર્ણ કરી હતી.જે બનાવની જાણ પરીક્ષા કેન્દ્રના સંવાહક ઈશ્વરભાઈ પટેલ સ્ટાફને થતાં દિકરીને આ દુ:ખની ઘડીમાં સાંત્વના આપી તેનો હાંસલો વધાર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.