ચાચરિયા શાળાનો બાળક ખાચર સૂર્યદીપ રાજ્ય કક્ષાએ વક્તૃત્વમા ઝળહળ્યો - At This Time

ચાચરિયા શાળાનો બાળક ખાચર સૂર્યદીપ રાજ્ય કક્ષાએ વક્તૃત્વમા ઝળહળ્યો


રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગુજરાત સરકાર દ્વારા ગઈ કાલે રાજ્ય કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા -2025 ગાંધીનગર સેક્ટર 17 ખાતેના ભવ્ય ટાઉનહોલમા યોજાય ગયો. જેમાં સમગ્ર ગુજરાતભરની શ્રેષ્ઠ બાળ પ્રતિભાઓએ પોતાની આવડતના ઓજસ પાથર્યા હતાં જેમાં બોટાદ જિલ્લાનાં બરવાળા તાલુકાના અંતરિયાળ વિસ્તારની શ્રેષ્ઠ સરકારી શાળા શ્રી ચાચરિયા પ્રાથમિક શાળામા ધોરણ -4 ની તેજસ્વી પ્રતિભા ખાચર સૂર્યદીપ પ્રવીણભાઈ પોતાની આગવી વક્તૃત્વશૈલી થકી સૌને પ્રભાવિત કર્યા હતા અને સૌની પ્રશંસા પામી બોટાદ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. ખાસ કરીને માત્ર નવ વર્ષની નાની ઉંમરમાં વારસામાં મળેલા વાગ્મય અને કૌશલ્યને બુરદાવતા જીસીઈઆરટી ગાંધીનગરના શિક્ષણ સચિવ અને ગુજરાતભરમાં બાળદેવો ભવનું સુત્ર ગુંજતું અને સાકાર કરતાં આદરણીય શ્રી એસ.જે.ડુમરાળિયા સર દ્વારા ખાચર સૂર્યદીપની આ પ્રતિભાને રોકડ પુરસ્કાર, સુંદર શૈક્ષણિક કીટ આપી પીઠ થાબડી આશીર્વાદ આપી બિરદાવવામાં આવી હતી.
ખાચર સૂર્યદીપ જે મૂળ બરવાળા તાલુકાના ખાંભડા ગામના વતની અને નેશનલ કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત શિક્ષક ,કવિ,લેખક, રાજ્યના શ્રેષ્ઠ સ્ટેજ સંચાલક, મોટીવેશન સ્પીકર,સારા વક્તા અને કેળવણીકાર સાથે બહુવિધ પ્રતિભાના ધની ખાચર પ્રવીણભાઈ લગધીરભાઈના પુત્ર છે. પિતાના વારસાના વૈભવને અને ક્ષાત્રતેજના ગુણોને ઉજાગર કરનાર આ બાળક નાની ઉંમરમાં અનેક પ્રતિભાનો વાહક બની બોટાદ જિલ્લાનું ગૌરવ બન્યો છે ત્યારે આ તેજોવંત પ્રતિભાને સૌએ ખોબલે અભિનંદન આપી બિરદાવી હતી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image