વિરપુરના દાંતલા ગામે શ્રી ખોડિયાર માતાજીની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો…
વિરપુર તાલુકાના દાંતલા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રી ખોડિયાર માતાજી મંદિરના મુર્તીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેથી છેલ્લા બે દિવસથી સમગ્ર ગામ ભક્તિના રંગમાં રંગાયું હતું. ગ્રામજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી વર્ષો પહેલા દાંતલા ગામના તળાવના કિનારે ખોડીયાર માતાજીનું નાનું મંદિર બનાવેલ હતું. આ મંદિર પ્રત્યે ગ્રામજનોની અસ્થા અને વિશ્વાસ છે. કોઇ પણ શ્રધ્ધાળુ માતાજીના મંદિરમાં માનતા, રાખે તેના સઘળા કામો પુર્ણ થાય છે અને દુ:ખો દૂર થાય છે આ આસ્થાથી પ્રેરીત ગ્રામજનોએ એકત્રિત થઈ મંદિરને વિશાળ બનાવ્યુ હતું અગાઉ આ મંદિરની મૂર્તિ ખંડિત થતાં નવીન ખોડિયાર માતાજીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમા દાંતલા, તોરણાનામુવાડા, નારપુરા, બચવાનામુવાડા જાનપુરા સમસ્ત ગ્રામજનો દ્વારા સમુહ ભાવનાથી પ્રસંગ કરવામાં આવ્યો કાર્યક્રમના અંતે ગ્રામજનો સમુહ ભોજન પ્રસાદી રૂપે લીધું હતું અને બે દિવસીય મૂર્તી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે
