બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ કલેક્ટરશ્રી બીજલ શાહ દ્વારા બોટાદવાસીઓને લોકશાહીનાં મહાપર્વની ઉજવણીમાં સામેલ થઇ અચૂક મતદાન કરવાની અપીલ કરાઇ - At This Time

બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ કલેક્ટરશ્રી બીજલ શાહ દ્વારા બોટાદવાસીઓને લોકશાહીનાં મહાપર્વની ઉજવણીમાં સામેલ થઇ અચૂક મતદાન કરવાની અપીલ કરાઇ


જિલ્લા ચૂંટણી તંત્ર તથા મતદારોનાં સહિયારા પ્રયાસોનાં પરિણામે આ વર્ષે બોટાદ જિલ્લામાં અભૂતપૂર્વ મતદાન થશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરતાં બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અન્વયે બોટાદ જિલ્લાનાં 106- ગઢડા અને 107- બોટાદ વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણી માટે તા. 01-12-2022નાં રોજ મતદાન થશે. લોકશાહીનાં આ “અવસર”માં બોટાદ જિલ્લાનાં તમામ મતદારોને સહર્ષ સામેલ થઇ તા. 1 ડિસેમ્બરનાં રોજ પોતાનો અમૂલ્ય મત આપીને મતદાનની ફરજ અદા કરવા બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ જિલ્લા કલેક્ટરશ્રી બીજલ શાહે અનુરોધ કર્યો છે.

જિલ્લા ચૂંટણી તંત્ર તથા બોટાદનાં મતદારોનાં સહિયારા પ્રયાસોનાં પરિણામે આ વર્ષે બોટાદ જિલ્લામાં અભૂતપૂર્વ મતદાન થશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરતાં બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, “બોટાદ જિલ્લાનાં 106-ગઢડા અને 107-બોટાદ વિધાનસભા મતદાર વિભાગનાં મતદારોને હું જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે ભારતનાં ચૂંટણી પંચ વતી નમ્ર અપીલ કરું છું કે આ લોકશાહીનાં અમૂલ્ય અવસરમાં તમામ લોકો મતદાન દ્વારા પોતાની ફરજ નિભાવે તેમજ આપણે સૌ સાથે મળી આ અવસરને ઉમંગભેર ઉજવીએ.”

જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે તેમણે મતદાનનાં દિવસે સંબંધિત મતદાન મથક પર સવારે 08:00 (આઠ) કલાકથી સાંજે 05:00 (પાંચ) કલાક સુધીમાં નૈતિક મતદાન થકી લોકશાહીનાં મહાપર્વની ઉજવણીમાં સામેલ થવા તેમજ એક જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરવા અપીલ કરી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.