શહેરા – પશુ સરક્ષંણ ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પોલીસ - At This Time

શહેરા – પશુ સરક્ષંણ ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પોલીસ


શહેરા
પંચમહાલ જીલ્લામા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સુચનાઓ આપવામા આવી હતી.તેના લઈને પોલીસ ઇન્સ્પેકટર શ્રી કે.પી.ખરાડી શહેરા પોલીસ સ્ટેશન નાઓને ખાનગી બાતમીદારથી એવી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે શહેરા પોલીસ સ્ટેશનના ગુન્હાના કામના નાસતા-ફરતા વોન્ટેડ આરોપી (1)નસરુલાહ મુસ્તુફા શેખ (ર)મુસ્તકીમ મુર્તુજા શેખ બન્ને રહે.શહેરા તા.શહેરા નાઓ હાલ શહેરા સિંઘી બજારમાં ફરે છે. તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે સર્વેલન્સ ટીમના માણસોને ઉપરોક્ત બાતમી હકિકતની જાણ કરી સદરહુ આરોપીઓને પકડી લાવવા સુચના કરતા સર્વેલન્સ ટીમના માણસોએ શહેરા સીંધી બજારમાં જઇ તપાસ કરતા બાતમી મુજબના વર્ણનવાળા બે ઇસમો મળી આવતા સર્વેલન્સ ટીમના નામઠામ પુછતા (૧)નસરુલ્લાહ મુસ્તુફાભાઇ શેખ ઉવ.૪૧ રહે.શહેરા તળાવ મહોલ્લો તા.શહેરા જી.પંચમહાલ (ર)મુસ્તીમ મુર્તુજા શેખ ઉવ.૨૯ રહે.શહેરા તળાવ મહોલ્લા તા.શહેરા જી.પંચમહાલ નાઓના હોવાનું જણાવેલ. જેથી ઉપરોકત ગુન્હાના કામે સદરહુ આરોપીઓને હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.