મહેસાણામાં ઉંઝા પો.સ્ટે વિસ્તારમાં ગેરકાયદેસરના મેફેડ્રોન (MD) ડ્રગ્સના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડતી મહેસાણા SOG પોલીસ ટીમ. - At This Time

મહેસાણામાં ઉંઝા પો.સ્ટે વિસ્તારમાં ગેરકાયદેસરના મેફેડ્રોન (MD) ડ્રગ્સના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડતી મહેસાણા SOG પોલીસ ટીમ.


મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ, ગાંધીનગર થી સીધા માર્ગદર્શન હેઠળ મહેસાણા પોલીસ અધિક્ષક શ્રી અચલ ત્યાગી સાહેબ નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ અસરકારક કામગીરી કરવા સારૂ એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી કરવા સુચના કરેલ જે અંગે એસ.ઓ.જી.પો.ઇન્સ શ્રી બી.એચ.રાઠોડ નાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ શ્રી વિ.એન.રાઠોડતથા પો.સ.ઇશ્રી એસ.આર.ચૌધરી તથા એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસો દ્વારા કામગીરી કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવેલ તે દરમિયાન મહેસાણા એસ.ઓ.જી પોલીસના માણસો ઉંઝા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન હ્યુમન સોર્સ આધારે હે.કો નરેશભાઇ તથા પો.કો અબ્દુલભાઇનાઓને બાતમી હકીકત મળેલ કે ઉંઝા ગંજ બજારના પાછળના ભાગે આવેલ શ્રીજી ટ્રેડીંગની સામે આવેલ બંધ ફેકટરીના ધાબા ઉપર આવેલ ઓરડીમા રહેતા ગોદારા (જાટ) સતારામ ખેતારામ તથા ગોદારા (જાટ) ગમડારામ ખેતારામ એ રીતેના બંને જણાઓ તેમના મળતીયા માણસો સાથે મળી નશીલા માદક પાવડરનું વેચાણ કરે છે અને હાલમાં તેની પ્રવૃત્તિ ચાલુ છે,

જેથી સદરહું જગ્યાએ એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસોએ સદર જગ્યાએ જઇ તુરંત વર્કઆઉટ કરી કોર્ડન કરી બે ઇસમોને પાવડર ભરેલ કોથળીમાંથી ચમચી વડે બીજી નાની કોથળીઓમાં પાવડર ભરતા હોઈ જે બન્ને ઈસમોને પકડી પાડેલ ઇસમો ભોજારામ સન/ઓફ ભુરારામ ગોદારા (જાટ) ઉ.વ-રર રહે- સોડીયા તા-ચોહટન જી- બાડમેર (રાજસ્થાન) હાલ રહે-ઉંઝા ગંજ બજારના પાછળના ભાગે આવેલ શ્રીજી ટ્રેડીંગની સામે આવેલ બંધ ફેક્ટરી ઉપર ઓરડીમા તા-ઉંઝા જી-મહેસાણા વાળો હોવાનુ જણાવેલ તેમજ તેની સાથે રહેલ બાળ કિશોર રહે-ઉંઝા ગંજબજારના પાછળના ભાગે આવેલ શ્રીજી ટ્રેડીંગની સામે આવેલ બંધ ફેક્ટરી ઉપર ઓરડીમા તા-ઉંઝા જી,મહેસાણા મૂળરહે-ખારાવાલ તા-ચોહટન જી-બાડમેર (રાજસ્થાન) વાળો હોવાનુ જણાવતો હોઇ રહેણાંક ઓરડીવાળી જગ્યામા ગે.કા.રીતે નશીલા માદક પાવડરનો જથ્થો રાખી વેચાણ કરતા હોઇ જેઓની પાસેથી સદરી મજકુર ઈસમ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર પાસે મેફેડ્રોન ડ્રગ્સ (MD) ભરેલ તમામ શીલબંધ પ્લા.ના ડબ્બાઓ માંનો મેફેડ્રોન (mephedrone) કુલ્લે જથ્થો ૩૦૬.૫૮ કિ.રૂ. ૩૦,૬૫,૮૦૦/- તથા રોકડ રકમ રૂ.૬,૮૦૦/- તથા મોબાઈલ નંગ-૫ કુલ
કિ.રૂ.૧૮,૫૦૦/- તથા ઈલેકટ્રીક વજન કાંટો કિ.રૂ.૫૦૦/-નો પ્લાની. જીપ લોક વાળી કોથળીઓ નંગ-૨૧ કિ.રૂ.૦૦/૦૦ ની મળી કુલ્લે કિ.રૂ.૩૦,૯૧, ૬૦૦/-નો મુદામાલ સાથે ઝડપી પાડી તથા સદરી બંને ઇસમોને આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ ઉઝાં પો.સ્ટે ખાતે સોપવામાં આવેલ છે.

આરોપીઓનું નામ સરનામું:-

(૧) ભોજારામ સન/ઓફ ભુરારામ ગોદારા (જાટ) ઉ.વ-૨૨ રહે-સોડીયા તા-ચોહટન જી-બાડમેર (રાજસ્થાન) હાલ રહે-ઉંઝા,

(ર) કાયદાના સંધષમાં આવેલ બાળ કિશોર
વોન્ટેડ આરોપીઓના નામ સરનામાં :-

(૧) ગોદારા (જાટ) સતારામ ખેતારામ,રહે- સોડીયા તા-ચોહટન જી-બાડમેર (રાજસ્થાન)

(૨) ગોદારા(જાટ) ગમડારામ ખેતારામ,રહે- સોડીયા તા-ચોહટન જી-બાડમેર (રાજસ્થાન)

મુદામાલની વિગત-

(૧) મેફેડ્રોન (mephedrone) ડ્રગ્સનો કુલ જથ્થો ૩૦૬.૫૮ કિ.રૂ. ૩૦,૬૫,૮૦૦/-

(૨) રોકડ રકમ રૂ.૬,૮૦૦/-

(૩) મોબાઈલ નંગ-૫ કુલ કિ.રૂ.૧૮,૫૦૦/- ઈલેકટ્રીક વજન કાંટો કિ.રૂ.૫૦૦/-

કુલ કિ.રૂ.૩૦,૯૧,૬૦૦/- પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારીઓ/કર્મચારીઓ- આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ એસ.ઓ.જી.પો.ઇન્સ.શ્રી. બી.એચ.રાઠોડ, પો.સ.ઇ શ્રી વી.એન.રાઠોડ,
પો.સ.ઇશ્રી એસ.આર.ચૌધરી, એ.એસ.આઇ પારખાનજી, ચેતનભાઇ, મનોહરસિંહ,હે.કો હિતેન્દ્રસિંહ, રાજસિંહ,દિલીપભાઇ, નરેશભાઇ, કેયુરભાઇ, આ.હે.કો રમેશભાઇ, જીતેન્દ્રભાઇ,પો.કો શક્તિસિંહ,પો.કો યુવરાજસિંહ, મનિષભાઇ, અબ્દુલભાઇ, ધમશીભાઇ, સંજયભાઇ, અ.હે.કો મહેન્દ્રસિંહ તથા પો.કો વિશ્વનાથસિંહ તથા પો.કો જયદેવસિંહ તથા વુ.પો.કો પ્રિયકાબેન, કિજંલબેન તથા ડ્રા.પો.કો બકાજી તથા ડ્રા.પો.કો ડુગરસિંહ તેમજ એ.એચ.ટી.યુના હે.કો હરેન્દ્રસિંહ, ધિરૂભાઇ,
ગિરીષભાઇ, કિરણજી,પો.કો નરેન્દ્રસિંહ વિગેરે પોલીસ સ્ટાફના માણસો આ ઉપરોકત કામે રોકાયેલ હતા.

Report by :- Keyur Thakkar,

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.