હવે જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી-બોટાદની કામગીરી નવા સરનામે - At This Time

હવે જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી-બોટાદની કામગીરી નવા સરનામે


હવે જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી-બોટાદની કામગીરી નવા સરનામે

જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી,ચેરિટી ભવન-બોટાદ,પોલીસ અધિક્ષકની કચેરીની બાજુમાં,ખસ રોડ ખાતે કચેરી કાર્યરત,બોટાદ જિલ્લામાં નોંધાયેલા તમામ ટ્રસ્ટો,ટ્રસ્ટી તથા વકીલ અને જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે,જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી-બોટાદની તમામ કામગીરી હવેથી ‘‘ચેરિટી ભવન-બોટાદ ખાતે કરવામાં આવશે.જેનું સરનામું જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી,ચેરિટી ભવન-બોટાદ, પોલીસ અધિક્ષકની કચેરીની બાજુમાં,ખસ રોડ,બોટાદ છે.આ અંગે દરેક ટ્રસ્ટો,ટ્રસ્ટીઓ,વકીલ તેમજ જાહેર જનતાને ખાસ ધ્યાન દોરે તેવું ઈન્ચાર્જ અધિક્ષક,જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી,બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.