રાજકોટ સિટી.બસ, BRTS બસ કે RMC ના અન્ય વાહનો નિયમભંગ રીતે ચાલતું જણાય તો ફરિયાદ કરવી.
રાજકોટ શહેર તા.૧૮/૪/૨૦૨૫ રાજકોટ શહેરના લોકોને શહેરી પરીવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા BRTS બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી.(SPV) દ્વારા કરવામાં આવી રહેલ છે. આ હેઠળ કુલ-૮૦ રૂટ પર ૧૦૦ CNG તથા ૧૨૪ ઇલેક્ટ્રિક એમ, કુલ-૨૨૪ બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવી રહેલ છે. આ બાબતે વધુમાં જણાવવાનું કે, નાગરિકોને સીટી બસ તેમજ BRTS બસ સેવા ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના કોઈ પણ વાહન જોખમકારક રીતે કે અકસ્માત સર્જે તે રીતે ચાલતું જણાય અથવા નિયમભંગ કરતું જણાય તો કોલ સેન્ટર નંબર “૧૫૫૩૦૪" પર આ અંગેની ફરિયાદ નોંધાવી શકાશે. તેમજ આ બાબતે જાણકારી અંગેના સ્ટીકર તમામ બસમાં અંદર તેમજ બહારની તરફ લોકો વાંચી શકે તે રીતે લગાવવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
