રાજકોટની 1,800 કિલો ચાંદીની લૂંટમાં અપૂરતી રિકવરીને લીધે ઇન્સ્યોરન્સ કંપનીએ જવેલર્સોને રૂ.7 કરોડ ચૂકવ્યા - At This Time

રાજકોટની 1,800 કિલો ચાંદીની લૂંટમાં અપૂરતી રિકવરીને લીધે ઇન્સ્યોરન્સ કંપનીએ જવેલર્સોને રૂ.7 કરોડ ચૂકવ્યા


રાજકોટ જવેલરી અને ઇમીટેશન માર્કેટનું હબ છે. દેશભરમાંથી અહીં સોનાની ખરીદી કરવા લોકો આવતા હોય છે. અહીં દૈનિક કરોડોનો કારોબાર વેપારીઓ દ્વારા કરવામાં આવે છે. દૈનિક થતા લેવડ-દેવડના વ્યવહારોમાં લૂંટ, ધાડ, ચોરીની ઘટના બનતી હોય છે ત્યારે વેપારીઓ પોતાની અને માલની સલામતી માટે વિમો ઉતરાવતા હોય છે. 1 વર્ષ પહેલા રાજકોટની 1,800 કિલો ચાંદીની લૂંટ થઇ હતી. જેમાં મુદામાલ પરત નહીં મળતા ઇન્સ્યોરન્સ કંપની દ્વારા રૂ.7 કરોડની વિમાની રકમ 63 જવેલર્સોને ચુકવવામાં આવી છે. એક જ વિમા કંપની દ્વારા છેલ્લાં 22 વર્ષમાં રૂ. 350 કરોડનું ચૂકવણું કરવામા આવ્યુ હોવાનો અંદાજ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.