જસદણ સ્ટેટ સત્યજીત કુમારની ઉપસ્થિતિમાં શ્રી વીરનગર કેળવણી મંડળ તથા વીપી હાઈસ્કૂલના ઉપક્રમે નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો
(નરૅશ ચૉહલીયા જસદણ)
જસદણના શ્રી વીર નગર કેળવણી મંડળ તથા વીપી હાઈસ્કૂલ વીરનગરના સંયુક્ત ઉપક્રમે વિદાય સમારંભ યૉજવામા આવેલ જેમાં વયમર્યાદા ના કારણે નિવૃત્ત થતા શિક્ષક સલીમભાઈ એલ ખીમાણી અને શિક્ષિકા લીલાબેન મકવાણા માટે આ સમારંભ યૉજવામા આવેલ જેમાં વીરનગર કેળવણી મંડળના પ્રમુખ શ્રી સત્યજીત કુમાર ખાચર સાહેબ તથા ડોક્ટર સીએલ વર્મા સાહેબ તથા ડોક્ટર બુટ સાહેબ તથા અંતાણી સાહેબ તથા ભૂતપૂર્વ આચાર્ય બહાદુરભાઈ ધાધલ તથા ગાર્ગીબેન જોશી તથા કાંતા સ્ત્રી વિકાસ ગૃહના શાળાના આચાર્ય જયશ્રીબેન વોરા સરપંચ નટુભાઈ ગામના આગેવાનો ની વિશાળ સંખ્યામાં તથા ભૂતપૂર્વ શાળાના શિક્ષકો તથા ગૃહ માતાઓ અને બોહોળા પ્રમાણમાં વિદ્યાર્થી ભાઈ બહેનો આ સમારંભમાં હાજર રહેલ સ્વાગત પ્રવચન શાળાના આચાર્ય અશ્વિનભાઈ ગીડાએ કરેલ અને તેના પ્રસંગિક પ્રવચનમાં જણાવેલ કે આ શાળામાં 33 વર્ષથી સેવા આપતા સલીમભાઈ ખીમાણી અને છેલ્લા ત્રણ વર્ષથી સેવા આપતા શ લીલાબેન મકવાણા આજે નિવૃત્ત થતા તેમનું કાર્ય સંસ્થા માટે પ્રેરણાદાય રૂપ બનશે તેમને સ્થાપેલી શિસ્ત અંગે અંગેની પ્રણાલિકા સદાય સંસ્થામાં અમર રહેશે તેમણે કરેલા કાર્યો નું લિસ્ટ કરવા બેસીએ તો સવાર પડે તેમ છે. 1992માં પૂજ્ય અધવરીયુ સાહેબના હસ્તે એટલે કે બાપુજીના હસ્તે તેમણે સેવા માટે રોકવામાં આવ્યા અને સારું કામ લાગતા 1993માં કાયમી શિક્ષક તરીકે ઓર્ડર આપવામાં આવ્યૉ હતૉ. આ ઓર્ડર આપતા પૂજ્ય બાપુજીએ કહેલ કે ભલા બનો ભલું કરો. બી ગુડ ડુ ગુડ ખૂબ કામ કરો આગળ વધો તેમણે તે ચરિતાર્થ કરી બતાવ્યું 1995 માં ગુજરાત સરકાર દ્વારા કર્મયોગી તાલીમ આચાર્ય નો સંસ્કરણ તાલીમ તથા આજ દિન સુધી લોકસભા વિધાનસભા કે જુદી-જુદી ચૂંટણીઓમાં તેઓ માસ્ટર ટ્રેનર્સ તરીકે સેવા આપેલ છે. આ સેવાને આજે બિરદાવવામાં આવેલી
વીરનગર ગામે 61 મો વન મહોત્સવ ઉજવવામાં આવેલ ત્યારે તેમણે પોતાના એનએસએસ ગ્રુપના વિદ્યાર્થી ભાઈ બહેનોને લઈ 10,000 વૃક્ષો વાવવાનું ભગીરથ કામ કરે કરેલ અને વન ખાતાએ તેમને સર્ટિફિકેટ આપી સન્માનિત કરેલ આ તકે શાળાના શિક્ષક દિનેશભાઈ ઉજણીયા પોતાનો પ્રતિભાવ આપતા જણાવેલ કે સલીમભાઈ સાચા કરમટ છે તેમણે આ સંસ્થામાં ખૂબ કામ કરેલ છે વિદ્યાર્થીને ભણાવી હંમેશા 95 થી 100 ટકા રિઝલ્ટ આવેલ જે ધન્યવાદને પાત્ર છે. આવો જ અભિપ્રાય ડોક્ટર પીએચ આટકોટી વ્યક્ત કરેલ આ ઉપરાંત વિદ્યાર્થીઓએ પોતાનો અભિપ્રાય આપતા જણાવેલ કે પરિવારમાંથી બે સભ્યો આજે ઓછા થશે પરંતુ અમારા માટે જીવન ઘડતરના બંને મોરપીંછ કરી પડશે એમ અમને લાગે છે વિદ્યાર્થીઓની લાગણી જોઈ આ બંને શિક્ષકો ગત ગત થઈ ગયેલ શાળાના તમામ શિક્ષકોએ સાલ ઓઢાડી સન્માનિત કરેલ. માન્ય શ્રી સત્યજીત કુમાર ખાચર સાહેબ પોતાના અધ્યક્ષ સ્થાને બોલતા જણાવેલ કે શિક્ષકો 58 વર્ષે નિવૃત્ત ન કરતા તેના અનુભવને ધ્યાનમાં લે તેનું જ્યાં સુધી શરીર ચાલે ત્યાં સુધી સેવા આપે તેવું આયોજન કરવું જોઈએ વધુમાં તેઓએ જણાવેલ કે આ સંસ્થા સલીમભાઈની છે સલીમભાઈ અહીં આવી પોતાનું શિક્ષણ અંગેનું કાર્ય કરી શકે છે. લીલાબેન પણ આવે અને તેનું કાર્ય કરી શકે છે. આ તકે ડોક્ટર સી એલ વર્મા, ડોક્ટર બુચ પોતાના આશીર્વાદ રૂપી શબ્દો આપી વિદાય આપે પૂજ્ય અંતાણી પોતાની કાવ્ય કંડિકાઓ રજૂ કરી પોતાના વિચારો વ્યક્ત કરે આ શાળાના ભૂતપૂર્વ આચાર્ય બહાદુરભાઇ ધાધલ જણાવેલ કે સલીમભાઈ આ શાળામાં સવાયા આચાર્ય બની કામ કરેલ છે શિક્ષકનું કામ તો કરેલ છે પરંતુ એક સવાયા આચાર્ય બની આ સંસ્થાન પ્રેરણા રૂપ બન્યા છે કોઈપણ પરિપત્ર માધ્યમિક શિક્ષણ ધારો કે કોઈ પણ પ્રકારના સરકારી કાર્યો કાર્યો તેણે તેણે ખૂબી ખૂબી પૂર્વક બજાવેલ છે સંસ્થાની મોટી ખોટ છે ભૂતપૂર્વ આચાર્ય ગાર્ગી બેન જોશી જણાવેલ કે આ શાળામાં સલીમભાઈ વિદ્યાર્થીને ભણાવવા માટે સખત મહેનત કરેલ છે જેનું પરિણામ આજે આપણે જોઈ શકીએ છીએ અનેક ગુંચવડા ભરેલા પરિપત્રો ના ઉકેલ સરળ ભાષામાં લાવી તેમણે ઉમદા કાર્ય કરેલ છે વિદ્યાર્થીઓને ભણાવે ત્યારે તેઓ ક્યારે સમયનો ખ્યાલ કરતા નહીં તે કાર્યને આપણે કેમ ભૂલી શકીએ તેઓ ખૂબ આગળ વધે ખૂબ સુખી થાય તેવા અમારા આશીર્વાદ છે. કાન્તાશ્રી વિકાસ ગૃહના આચાર્ય જયશ્રીબેન વોરાએ જણાવેલ કે સલીમભાઈ આ સંસ્થાના આધાર સ્તંભ છે મોભી છે કોઈ પણ કાર્ય એ પછી ઇન્કમટેક્સનું કાર્ય કેમ નથી હોતું? બધું જ કાર્ય પોતે સંભાળી વ્યવસ્થિત કરી પ્રશ્ન ન થાય તે રીતે આ કાર્ય પૂર્ણ કરે તેવી તેનામાં કુનેહ છે જેને હું બિરદાવું છું આ ત કે મોરબી વડીલો ભૂતપૂર્વ શિક્ષકો મિત્રો તમામે સલીમભાઈ ને સાલોઢાડી સન્માનિત કરેલ અને ભાવભર વિદાય આપે શાળાના ધોરણ 10 ના વિદ્યાર્થી અવનીબેન અને ધોરણ 12 ના વિદ્યાર્થી પ્રણાલીબેન પોતાના સલીમભાઈ વિશેના અને લીલાબેન વિશે બે બોલ કહેલ તેમણે વાતાવરણને ભાવવિભોર બનાવે છે વિદ્યાર્થી તરીકેની તેમની લાગણી વ્યક્ત કરી કે સાહેબ જ્યારે ભણાવે ત્યારે મગજની અંદર છપાઈ જાય આવું સરસ ભણાવવાનું કાર્ય તેમણે કર્યું છે જે અમને જીવનભર યાદ રહેશે
સલીમભાઈ સાથે સર્વિસ કરતા અને નિવૃત્ત થયેલા તમામ શિક્ષકો પોતાના મંતવ્યો વ્યક્ત કરેલ આ થકે મિત્ર સર્કલ પણ ઉપસ્થિત રહી સાલ ઓઢાડી સન્માનિત કરેલ આ આ કાર્યક્રમની આભાર વિધી નરેશભાઈ પટેલે કરેલ અને બે બોલ પણ કહેલ હું સલીમભાઈ સાથે વર્ષોથી છું હું એમની વાત કરવા બેસુ તો સવાર પડે માટે બધાનો આભાર માનું માનું છું આપ સૌએ કીમતી સમય આપી હાજર રહી આ કાર્યક્રમનું સુંદર સંચાલન પૂનમબેન બોરસણીયા દ્વારા કરવામાં આવેલ જ્યારે સુશોભન કાર્ય સ્વાતિબેન અને તેની ટીમે કરેલ આખા કાર્યક્રમને કેમેરામાં કંડારવાનું કાર્ય અક્ષયભાઈ જીંજરિયાએ કરેલ કાર્યક્રમના અંતે ભોજન સમારંભ યૉજાયૉ હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.