વિચારક લેખક શ્રી ડો.ભદ્રાયુભાઈ વછરાજાની ના અધ્યક્ષતા માં બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ નું મહિલા સશક્તિકરણ “જ્યોતી નારી રત્ન” એવોર્ડ એનાયત
વિચારક લેખક શ્રી ડો.ભદ્રાયુભાઈ વછરાજાની ના અધ્યક્ષતા માં બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ નું મહિલા સશક્તિકરણ "જ્યોતી નારી રત્ન" એવોર્ડ એનાયત
બગસરા મહિલાઓ સંગઠિત બની સામુહિક વિકાસ ના શ્રેત્રે આગળ આવે તે વર્તમાન જરૂરી છે.વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા બગસરા તાલુકામાં ૭૨ મહિલા મંડળ ની ૯૦૦. જેટલી બહેનો સાથે વિવિધ પ્રકારની સેવાકિય પ્રવૃત્તિઓ ચાલી રહી છે. જેમાં વિશીષ્ટ કામગીરી કરી રહેલ ત્રણ બહેનો ને દર વર્ષે જ્યોતી નારી રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવે છે. તા ૮ માર્ચ શુક્રવાર ના રોજ બગસરા તાલુકાના જૂની હળીયાદ ગામે ગુજરાત ના જાણીતા વિચારક અને લેખક શ્રી ડો.ભદ્રાયુભાઈ વછરાજાની ના અધ્યક્ષ સ્થાને એક એવોર્ડ એનાયત કાર્યક્રમ યોજાય ગયો.જેમાં રામદેવ મહિલા મંડળ બગસરા ના નરગીસબેન હબીબભાઈ ખોખરા, બાલકૃષ્ણ મહિલા મંડળ જુની હળીયાદ ના વિલાસબેન જયસુખભાઈ સતાણી અને ગોલ્ડન મહિલા મંડળ રફાળા ના ભાવનાબેન રાકેશભાઈ માલવિયા ને વિશીષ્ટ મહાનુભાવો ની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવેલ.આ પ્રસંગે ભદ્રાયુભાઈ વછરાજાની એ જણાવેલ કે નારી શક્તિ સંગઠિત બની સામુહિક વિકાસ માટે આગળ આવે તે વર્તમાન સમય ની જરુરીયાત છે. આપણે અરસ પરસ એક બીજા ને સમજવાની કોશિશ કરીએ, મદદરૂપ થવા ની ભાવના કેળવીએ તો આપણને સૌને જીવન જીવવાની મજા આવશે, અંતે આપણાં સૌની એજ ઈચ્છા છે કે જીવન જીવવાની મજા આવે, આનંદ આવે, સત્કાર કર્મ કરતાં કરતાં જીવન જીવવાનો આનંદ માણી એ એજ મહિલા દિન નો સંદેશ છે.આ પ્રસંગે દક્ષિણામૂર્તિ સંસ્થા ભાવનગર ના વડા પ્રવીણાબેન વાઘાણી, લોકભારતી સણોસરા ના ટ્રસ્ટી હસમુખભાઈ પટેલ, શિશુકુજ ફાઉન્ડેશન ભુજ કચ્છ ના ગીતાબેન જાગાણી તથા વિવિધ મહાનુભાવોના સાનિધ્ય માં આ કાર્યક્રમ સંપન્ન થયેલ તેમ દેવચંદ સાવલિયા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરાની યાદી માં જણાવ્યું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.