ચોટીલાના પ્રાંત અધિકારી દ્વારા કોલસાની ગેર કાયદેસર ખનન પર રોક લગાવવા થાનગઢના જામવાડી અને ભડુલામાં જિલ્લામાં પ્રથમવાર મહેસુલી ચોકી ઉભી કરવામાં આવી - At This Time

ચોટીલાના પ્રાંત અધિકારી દ્વારા કોલસાની ગેર કાયદેસર ખનન પર રોક લગાવવા થાનગઢના જામવાડી અને ભડુલામાં જિલ્લામાં પ્રથમવાર મહેસુલી ચોકી ઉભી કરવામાં આવી


સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર કાર્બોસેલ ખનનની પ્રવૃત્તિ ઉપર રોક લગાવવા ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા થોડા સમય પહેલા રેડ કરી થાનગઢમાં જે જગ્યાએથી મોટી માત્રામાં કાર્બોસેલ નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો તે ગેર કાયદેસર કોલસા ખનન માટે પ્રચલિત જામવાળી અને ભડુલા વિસ્તારમાં ફરી થી ગેરકાયદેસર રીતે કાર્બોસેલનું ખનન પર રોક લગાવવા જિલ્લામાં પ્રથમ વાર મહેસુલ તંત્ર દ્વારા મહેસુલી ચોકી ઉભી કરવામાં આવી.આ ચોકી ઊપર કોઈ પોલીસ કે સિકયુરિટી નો પહેરો નહીં હોય પણ તેના બદલે ચોટીલા ડેપ્યુટી કલેકટરની ટીમ અને થાનગઢ મામલતદારની ટીમ દ્વારા વોચ રાખવામાં આવશે. અંતરિયાળ વિસ્તારમાં મહેસૂલી ચોકી કાર્યરત થતા ભૂ માફીયાઓમાં ફફડાટ ફેલાયો છે
અહેવાલ.. પ્રતિક પરમાર


8487828888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image