ભર ઉનાળે રાજકોટમાં પાણીકાપ: બે દિવસ 6 વોર્ડ ના અડધા વિસ્તારો રહેશે તરસ્યા* - At This Time

ભર ઉનાળે રાજકોટમાં પાણીકાપ: બે દિવસ 6 વોર્ડ ના અડધા વિસ્તારો રહેશે તરસ્યા*


*ભર ઉનાળે રાજકોટમાં પાણીકાપ: બે દિવસ 6 વોર્ડ ના અડધા વિસ્તારો રહેશે તરસ્યા*

૨૦મે ના રોજ વોર્ડ નં. ૧૩ પાર્ટ, વોર્ડ નં.૧૧ પાર્ટ, વોર્ડ નં.૧૨ પાર્ટ તથા તા.૨૧મેના રોજ વોર્ડ નં.૭ પાર્ટ, વોર્ડ નં. ૧૪ પાર્ટ, વોર્ડ નં. ૧૭ પાર્ટના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે મનપા તંત્રની સતાવાર જાહેરાત

રાજકોટ,તા.18: ભાદરડેમથી રાજકોટ શહેર સુધી આવતી પાઇપલાઇનમાં લીકેજ રેપેરિંગ કરવાની કામગીરી સબબ તા.૨૦મે ના રોજ વોર્ડ નં. ૧૩ પાર્ટ, વોર્ડ નં.૧૧ પાર્ટ, વોર્ડ નં.૧૨ પાર્ટ તથા તા.૨૧મેના રોજ વોર્ડ નં.૭ પાર્ટ, વોર્ડ નં. ૧૪ પાર્ટ, વોર્ડ નં. ૧૭ પાર્ટના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે તેમ મનપા તંત્રના વોટર વર્કસ શાખાએ સતાવાર જાહેરાત કરી છે. 

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્ભાયા મુજબ ભાદર યોજના આધારીત પાઇપલાઈનમાં ભાદરડેમથી રાજકોટ શહેર સુધી આવતી પાઇપ લાઇનમાં લીકેજ હોય પાઇપલાઇન રેપેરિંગ કરવાની કામગીરી સબબ તા.૨૦મે શનિવારનાં રોજ ગુરુકુળ હેડ વર્કસહેઠળ આવતા વિસ્તારોમાં ગોડલ રોડના (વોર્ડ નં.૧૩ પાર્ટ ) અને વાવડી હેડ વર્કસ હેઠળ આવતા (વોર્ડ નં.૧૧ પાર્ટ,૧૨ પાર્ટ) તથા તા.૨૧મે રવીવારના રોજગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા ઢેબર રોડના (વોર્ડ નં.૭ પાર્ટ,૧૪ પાર્ટ,૧૭ પાર્ટ) વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.

અસર થનારા વિસ્તારો આ મુજબ છે.

તા.૨૦નાં  વોર્ડ નં.13(પાર્ટ) નવલનગર, કૃષ્ણનગર, ત્રિવેણીનગર, ભોલેનાથ સોસાયટી, ગુરુપ્રસાદ સોસાયટી, કૈલાસનગર, પંચશીલસોસાયટી, હરિદ્વાર સોસાયટી, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા, ગુણવતીનગર, જે.કી.પાઠકપાર્ક, શિવનગર, રામનગર, લોધેશ્વર સોસાયટી, માલવિયા નગર, અંબાજી કડવા પ્લોટ, સ્વાશ્રય સોસાયટી, વેધવાડી, જૂની પપૈયાવાડી, નવી પાપૈયા વાડી, ટપુભવાન પ્લોટ તથા  તા. ૨૦નાં ૧૧(પાર્ટ) અંબિકા ટાઉનશીપ-પાર્ટ   વોર્ડ નં.12 (પાર્ટ) વાવડી ગામ, વિશ્વકર્મા સોસા., મહમદી બાગ, શકિતનગર, રસુલપરા, બરકાતીનગર, મધુવન સોસગોવિંદરત્નર, જે.કે.સાગર, વૃંદાવનવાટીકા, આકાર હાઇટસ, પુનિત પાર્ક, અંબિકા ટાઉનશીપ વિગેરે સોસા.

૦૩ ગુરૂકુળ ઢેબર રોડ તરફ 

૨૧ મે  ૭(પાર્ટ) ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગર તથા વિગેરે.

   ૧૪(પાર્ટ) વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબ નગર, અમૃત પાર્ક.

   ૧૭(પાર્ટ) નારાયણ નગરભાગ-૧,૨, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ-૧,૨,૩, હસનવાડી ભાગ-૧,૨, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્દીરાનગર ૧,૨, મેઘાણીનગર, ન્યુમેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકાસોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચા વાળો ભાગ સહિતના વિસ્તારમાં અસર રહેશે.તેમ એડી. સિટી એન્જીનિયર વોટર વર્કસ રાજકોટ મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયુ છે.
9662147186


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.