હળવદ સરસ્વતી શિશુમંદિર અને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો - At This Time

હળવદ સરસ્વતી શિશુમંદિર અને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો


રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાનમ હળવદ સંચાલિત સરસ્વતી શિશુમંદિર અને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ નાં સંયુક્ત ઉપક્રમે દેવદિવાળી ની પૂર્વ સંધ્યાએ પરંપરાગત નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી જિલ્લા નાં કલેકટર શ્રી જી ટી પંડયા સાહેબ ઉપસ્થિતિમાં અને સ્વામિનારાયણ મંદિર ટાવરવાળુ નાં સ્વામી શ્રી ભક્તિનંદનજી અને લક્ષ્મીનારાયણ મંદિર નાં મહંત શ્રી દિપકદાસજી અને મુખ્ય વક્તા તરીકે સેવિકા સમિતિ અમદાવાદ નાં હિરલબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા નગર ની સામાજિક સંસ્થાઓ વેપારી એસોસીએશન નાં પ્રમુખો જિલ્લા નાં સરકારી વકીલ વિજયભાઈ જાની બીપીનભાઈ દવે ઉર્વશીબેન પંડયા દિપકભાઇ જોશી સહિત અનેક મહાનુભાવો ની હાજરીમાં સુંદર કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્વર્ગસ્થ પૂનરવશુભાઇ રાવલ ની પૂણ્ય સ્મૃતિ માં ભક્તિ સંગીત નો કાર્યક્રમ યોજાયો હતો છાત્રાલય ની દીકરી ઓ એ અભૂતપૂર્વ પરફોર્મન્સ થી ભક્તિ ગીતો રજુ કર્યા હતા ગીતાજી નો બારમો અધ્યાય નું ગાન કરવામાં આવ્યુ હતું દિવ્યાંગ મહેન્દ્રભાઈ પંચાલ અને લાલાભાઈ રાવલે સંગીત આપ્યુ હતું પ્રસંગે જિલ્લા કલેકટર સાહેબે સંસ્થા દ્વારા થતી કામગીરી થી સંતોષ વ્યકત કર્યો હતો દિકરી ઓ નાં પરફોર્મન્સ ને બીરદાવયુ હતું અને વહીવટી ક્ષેત્રે કંઈ પણ જરુરીયાત હોય તો મદદરૂપ થવા માટે તત્પરતા બતાવી હતી આ પ્રસંગે ઘનશ્યામભાઇ દવે દ્વારા સંસ્થાકીય ગતિવીધી રજૂ કરવામાં આવી હતી સમાજ નાં સહયોગ અને ટ્રસ્ટી વ્યવસ્થાપક નાં ઉમદા પ્રયત્ન દ્વારા સારામાં સારી વ્યવસ્થા શિક્ષણ ભારતીય પરંપરા નું હિન્દુત્વ નિષ્ઠ શિક્ષણ આપવામાં આવે છે એમાં આપ સૌ પ્રેરક બની ઉદાર સહયોગ થી કામ સારી રીતે કરી શકાય છે કાર્યક્રમ નું સંચાલન પ્રિયંકા જોશી અને ભાવના નાકીયા એ કર્યુ હતું સ્વાગત પરિચય ઉર્મિલા સીતાપરા અને શુશોભન અને ગીતો નું સંકલન ગીતાબેન ઘોડકીયા એ અને સ્ટાફ મિત્રો દ્વારા કરવામાં આવેલા હતા મુખ્ય વક્તા એ સંસ્થા દ્વારા દિકરી ઓ ને અપાતા શિક્ષણ અને તાલીમ ની સરાહના કરેલ આ તકે ટ્રસ્ટી શ્રી રમણીક ભાઈ રાબડીયા અને ગિરીશભાઈ દવે વ્યવસ્થાપક ભરતભાઈ ગઢીયા ધર્મેન્દ્ર ભાઈ દવે અને ચિલ્ડ્રન હોમ ત્થા શિશુમંદિર ના સ્ટાફ મિત્રો એ વ્યવસ્થા પુરી પાડી હતી ભોજન પ્રસાદ અલ્પાહાર લીલાબેન ગોહિલ અને વર્ષાબેન પીપડીયા એ જહેમત ઉઠાવી હતી આ તકે સંસ્થા માં પાંચ વર્ષ થી કામ કરતા કર્મચારીઓ નું સન્માન કલેકટર સાહેબ નાં હસ્તે કરવામાં આવ્યું હતું સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ નાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.