પ્રહલાદ પ્લોટમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો ટીનો ચાવડીયા ઝડપાયો, બુકી રોહિતનું નામ ખુલ્યું
પ્રહલાદ પ્લોટમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો ટીનો ચાવડીયાને પીસીબીની ટીમે પકડી પાડી પૂછતાછ કરતાં બુકી રોહિત નામના શખ્સનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
દરોડાની વિગત મુજબ, પીસીબી પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એમ.જે.હુણ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે હેડ કોન્સ્ટેબલ કુલદિપસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ વિજય મેતાને ખાનગી રાહે હકીકત મળેલ કે, વિશાલ ઉર્ફે ટીનો ચાવડીયા નામનો શખ્સ પ્રહલાદ પ્લોટ શેરી નં.23 ના ખુણા પાસે રોડ ઉપર પોતાના મોબાઇલ ફોન ઉપર હાલમા બિગ બેસ લિગ 20-20 સીરિઝમાં ક્રિકેટ મેચ ઉપર પૈસાની હાર- જીતનો જુગાર રમે છે, તેવી બાતમીના આધારે બાતમીની જગ્યાએ સ્ટાફે હાથમાં મોબાઇલ લઇને ઉભેલ શખ્સને પોતાનુ નામ પૂછતાં વિશાલ ઉર્ફે ટીનો જયેશ ચાવડીયા (ઉ.વ.26),( રહે. કરણપરા શેરી નં.3) જણાવ્યું હતું.
આરોપીના મોબાઈલમાં જોતા કોલ હીસ્ટ્રીમાં મો.નં.8866929973 ઉપર આઉટ ગોઇંગ કોલ કરેલ જે બાબતે પૂછતાં જણાવેલ કે, તે નંબર પર વાત કરી ક્રીકેટ મેચ પર રન ફેરનો હાર-જીતનો જુગાર રમતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ કરતાં રાજકોટના રોહિત નામના બુકીનું નામ ખુલતાં તેની શોધખોળ હાથ ધરી હતી
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
