શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટસ તથા કોમર્સ કોલેજ ખાતે પ્રજાસત્તાક દિન ની ભવ્ય ઉજવણી - At This Time

શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટસ તથા કોમર્સ કોલેજ ખાતે પ્રજાસત્તાક દિન ની ભવ્ય ઉજવણી


શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટસ તથા કોમર્સ કોલેજ ખાતે પ્રજાસત્તાક દિન ની ભવ્ય ઉજવણી
શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા કોલેજ ખાતે છોતેરમો પ્રજાસતાક દિવસ ઉત્સાહ ભેર મનાવાયો. આ સમારંભ માં કોલેજ કેમ્પસ મેનેજર શ્રી રવિ ભાઈ વ્યાસ તથા સેક્રેટરી શ્રી બાલકૃષ્ણ ભાઈ ત્રિવેદી તથા કેમ્પસ ડાયરેકટર શ્રી ડૉ.જીજ્ઞેશ ભાઈ વાજા ની ઉપસ્થિતિ રહેલ.સૌ પ્રથમ કોલેજનાં બહેન બાવળિયા ક્રિષ્ના બેન બી.તથા ધાખડા રિદ્ધિ બેન એન .તથા પરમાર પૂજાબેન જે.દ્વારા રાષ્ટ્ર ધ્વજ ને લહેરાવવામાં આવેલ.ત્યાર બાદ રાષ્ટ્ર ગીત નું ગાન કરવામાં આવેલ .ત્યાર બાદ સ્વાધીન ભારત ના ભવ્ય ઇતિહાસ વર્ણવવા માં આવેલ.ત્યાર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ ની શરૂઆત મહેમાનો ના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ સુંદર પ્રાર્થના ગાન થયેલ.ત્યાર બાદ મહેમાનો તથા ગુરુજનો ને પુષ્પ ગુચ્છ આપી સત્કારવા માં આવેલ.ત્યારબાદ કોલેજ પ્રિન્સીપાલ શ્રી ડો.રીટા બેન રાવળ દ્વારા સ્વાગત તથા સ્વરાજ્ય વ્યવસ્થા વિશે તથા બંધારણ ની કલમો અંગે પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવેલ. બહેનો દ્વારા ઉત્સાહ ભેર સાંસ્કૃતિક કાર્યક્રમ માં ,ડાન્સ .સ્પીચ,ડ્રામા તથા દેશ ભક્તિ સભર ગીત સંગીત ની વિશિષ્ટ કલા ને ઉમળકાભેર રજૂ કરવામાં આવેલ.મહેમાનો ના વરદ હસ્તે ભારતીય સંસ્કૃતિ ની પરીક્ષા માં કેન્દ્ર માં અગ્ર ક્રમ પ્રાપ્ત કરનાર તમામ બહેનો ને મહેમાનો ના વરદ હસ્તે પ્રમાણ પત્ર થી સન્માનિત કરવા માં આવેલ.આભાર દર્શન પ્રા.ભગવતી બેન વડીયા એ કરેલ.તમામ પ્રાધ્યાપકો ની જહેમત થી કાર્યક્રમ સુપેરે સંપન્ન થયો.કાર્યક્રમ ના અંતે તમામ ને અલ્પાહાર લેવામાં આવેલ.


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image