BAPS મંદિર અને સુખનું સરનામું પરિવાર ના સંયુક્ત ઉપક્રમે ગઢપુર શહેર સ્વચ્છતા અભિયાન યોજાયું.
તારીખ : ૨૧/૦૯/૨૦૨૪ના રોજ આ સ્વચ્છતા અભિયાનમાં ગઢડા શહેરમાં કાર્યરત આઠ જેટલી સંસ્થાઓ, મંડળો અને નાગરિકો સહિતના ૭૦૦ થી ૮૦૦ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સ્વૈચ્છિક જોડાયા.
છેલ્લા ઘણા સમયથી ગઢડા શહેરમાં કાર્યરત "BAPS મંદિર અને સુખનું સરનામું પરિવાર" દ્વારા અવિરત વિવિધ મોટીવેશનલ સેમિનાર, સત્સંગ સપ્તાહ અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે નાગરિકોમાં પણ સ્વચ્છતા વિષયક જાગૃતિ ફેલાય એવા હેતુ સાથે તારીખ : ૨૧/૦૯/૨૦૨૪, ને શનિવારના રોજ ગઢડા નગરના BAPS મંદિરથી મોટા પુલ અને હોળાયા રોડ, લક્ષ્મીવાડીથી ઉગેમેડી રોડ ફાયર સ્ટેશન અને રાધાવવ સુધી, સામાં કાંઠે કોર્ટ થી બોટાદ રોડ ગેટ, વિશ્વાસ ગ્રુપ સોસાયટી થી નિગમ ગોડાઉન સુધીના જાહેર માર્ગો અને નીલકંઠ મહાદેવ મંદિર, સમાં કાંઠે સ્મશાન, રેફરલ હોસ્પિટલ, ભડલી ગેટ પાદર અને સ્મશાન, એસ.ટી. બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળોની સફાય કરીને ખરેખર સ્વચ્છતાના અભિગમને સાર્થક કરતું સફાઈ ઝુંબેશનું આયોજન સફળ કરવામાં આવ્યું.
જેમાં ગઢડા શહેરના BAPS સત્સંગ મંડળ, શ્રી એમ.એમ. હાઇસ્કુલ અને એન.એસ.એસ. યુનિટ, ભક્તરાજ દાદા ખાચર કોલેજ અને એન.એસ.એસ. યુનિટ, કુમરપ્પા મહાવિદ્યાલય અને એન.એસ.એસ.યુનિટ, પતંજલિ યોગ સમિતિ, તથા ડાયમંડ એસોસિએશન, વ્યાપારી મંડળ, સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ, સીતારામ યુવક મંડળ તથા આહીર યુવક મંડળ અને બ્રાન્ચ.૧ ભડલી ગેટ સાથે મળીને આઠ મંડળો અને સંથાઓ જોડાઈ.
સાથે જે તે વિસ્તારોમાંથી સ્વૈચ્છિક શ્રમદાન આપનાર નાગરિકો સહિત મોટી સંખ્યામાં સ્વયં સેવકો એ જોડાઈને "દરેક ઘર સ્વચ્છ - દુકાન સ્વચ્છ અને તેની પાસેનો રસ્તો સ્વચ્છ રાખીએ." એવા સૂત્રને લઈને સ્વચ્છતા અભિયાનમાં ભાવ પૂર્વક જોડાયા. જેમાં દરેક વિસ્તારમાં વસતા તમામ નાગરિકો પણ પ્રેરિત થઈ આ અભિયાનમાં જોડાવા જાહેર આહવાન થકી તમામ મંડળો,સંસ્થાઓ અને નગરીઓ મળીને ૭૦૦ થી ૮૦૦ સ્વયં સેવકોએ સેવા આપેલ.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્વચ્છતાના આ મહા યજ્ઞમાં ગઢડા નગરના સંતો, નામાંકીત મહાનુભાવો આગેવનોએ પણ પ્રેરક હાજરી આપી સહજ રીતે સાથે જોડાઈને ખરેખર અભિયાનને સાર્થક કર્યું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.