બોટાદ જિલ્લામાં ૧૫ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાશે - At This Time

બોટાદ જિલ્લામાં ૧૫ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાશે


બોટાદ જિલ્લામાં ૧૫ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાશે

કૃમિના ચેપથી બાળકોના સ્વાસ્થ્ય ઉપર અનેક ગંભીર અસરો થાય છે જેમ કે લોહીની ઉણપ,પાંડુરોગ,કુપોષણ,ભૂખ ન લાગવી,બેચેની,પેટમાં દુ:ખાવો,ઝાડા ઉલ્ટી,વજનમાં સતત ઘટાડો સહિતના લક્ષણો મુખ્યત્વે જોવા મળે છે. બાળકોની આ સમસ્યાના નિવારણ માટે સમગ્ર રાજ્ય અને જિલ્લામાં તા. ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય કૃમિમુક્ત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અન્વયે શાળા અને આંગણવાડી કેન્દ્રોના સહકારથી કૃમિનાશક દવા(આલ્બેન્ડાઝોલની ગોળી)ના નિ:શૂલ્ક વિતરણની કામગીરી ઝુંબેશરૂપે હાથ ધરાશે. જેમાં ૧થી ૧૯ વર્ષના કુલ ૨,૨૯,૬૬૯ બાળકો અને કિશોર-કિશોરીઓને આલ્બેન્ડાઝોલની ગોળીનો ડોઝ આપવામાં આવશે. જે અંતર્ગત બોટાદ જિલ્લાના તમામ નાગરિકો આ ઝુંબેશનો લાભ લે તે માટે બોટાદ જિલ્લાના (ઈ.ચા) મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.એ.કે.સિંહ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.