ઊના અને ગીરગઢડા કોંગ્રેસ સમિતિ દ્વારા અગ્નિપથ યોજના અને મોંઘવારી મુદ્દે ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને સુત્રોચ્ચાર કર્યા
લોકેશન:-ગીર સોમનાથ-ઉના
ઉના અને ગીર ગઢડા ના ધારાસભ્ય પુંજાભાઈ વંશ દ્વારા અગ્નિપથ યોજના ના વિરોધમાં આવેદનપત્ર આપ્યું.
જેમાં ઉના સર્કિટ હાઉસએ થી મોટરસાયકલ દ્વારા ઉના પ્રાંત અધિકારી માં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ જોડાયા..
મુખ્ય મુદ્દાઓ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની બે જવાબદાર નીતિના કારણે કારણે જનતા મોંઘવારીમાં પીસાઈ રહી છે..
ઉના અને ગીર ગઢડા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની માનવસર્જિત મોંઘવારી સામે ઉપવાસ આંદોલનનો પ્રારંભ.
આજે ઉના સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નિર્ધારિત કાર્યક્રમ અંતર્ગત ઉના અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અને ખરાબ અને ગંભીર પરિસ્થિતિ બાબતે તેમજ ભયંકર મોંઘવારીમાં પીસાતી પ્રજાનો અવાજ ઉઠાવવા અને બેરોજગાર યુવાનો સાથે કુર મજાક સાથે અગ્નિ યોજનાનો સાચો વિરોધ કરવા પ્રતિકાત્મક આંદોલન કાર્યક્રમનું આયોજન ધારાસભ્ય પુંજાભાઈ વંશ અને કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યો...
જેમાં અગ્નિપથ યોજના અને લઈને કોંગી ધારાસભ્ય કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા તેમજ કાયદો અને વ્યવસ્થા અને માફિયાઓ ગુજરાતમાં બેફામ ખનીજ ચોરી ગામડાઓમાં જ્યાં જુઓ ત્યાં બેફામ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે તેની જવાબદાર માત્ર સરકાર જ છે..
ખાસ કરીને પેટ્રોલ-ડીઝલ કેરોસીન ,શાકભાજી, અનાજ, જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ ઓમાન બેફામ ભાવ વધારાના કારણે સામાન્ય જનતા મોંઘવારીના અજગર ભરડામાં પીસાઈ રહી છે.
આ કાર્યક્રમ અંતર્ગત પ્રાંત અધિકારી ની કચેરીએ પુંજાભાઈ વંશ અને ગીરગઢડા અને ઉનાના કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહીને એક કલાક સુધી ઘરણા દેવામાં આવ્યા હતા ત્યારબાદ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું
અંતર્ગત પુંજાભાઈ વંશ ની સાથે બાલુભાઇ હિરપરા , ગુણુ ભાઈ તળાવીયા, અરજણભાઈ મજેઠીયા, રામભાઈ ડાભી, ભરતભાઈ સિંગડ,હરિભાઈ રામભાઈ, વાઘેલા તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહીને સૂત્રોચાર અને દેખાવો કર્યા હતા..
રિપોર્ટર માવજી વાઢેર ઉના
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.