બોટાદમાં વિવિધ કાર્યક્રમો થકી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી - At This Time

બોટાદમાં વિવિધ કાર્યક્રમો થકી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી


જિલ્લાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિ ઉજાગર થાય તેવા હેતુથી સાથે અનેક કાર્યક્રમોનું આયોજન

હર ઘર તિરંગા જેવા કાર્યક્રમો થકી મારા જેવા અનેક વિદ્યાર્થીઓ આપણા દેશના શૌર્યથી પરિચીત થશે: વિદ્યાર્થી

દેશની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સમગ્ર દેશમાં ખુબ જ ધામધૂમ અને ઉત્સાહપૂર્વક થઈ રહી છે. વિદ્યાર્થીઓથી માંડી વૃદ્ધો સુધી હરકોઈ રાષ્ટ્રભક્તિની રંગમાં રંગાયા છે ત્યારે બોટાદ જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમો થકી લોકો આઝાદીનું 75મું વર્ષ પૂર્ણ થવાના માનમાં ઉજવણી કરી રહ્યા છે. જિલ્લાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિ ઉજાગર થાય તેવા હેતુથી સાથે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
બોટાદની સેન્ટ ઝવેરિયર્સ સ્કુલના વિદ્યાર્થીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હર ઘર તિરંગા અભિયાન મુદ્દે પોતાની ભાવના વ્યક્ત કરી હતી. શ્લોક ચાવડા હર ઘર તિરંગા અભિયાન મુદ્દે જણાવે છે કે, વડાપ્રધાનશ્રીનું હર ઘર તિરંગા અભિયાન ખુબ જ સરાહનીય છે. દેશના 20 કરોડથી વધુ પરિવારો પોતાના ઘરે તિરંગો લહેરાવશે. લોકો 13થી 15 ઓગસ્ટ દરમિયાન પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવશે તેનાથી મારા જેવા અનેક વિદ્યાર્થીઓ આપણા દેશના શૌર્યથી પરિચીત થશે. અમારી શાળામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનાથી વિદ્યાર્થીઓમાં દેશની આઝાદીમાં ફાળો આપનાર વીર બહાદુરો વિશેની માહિતીમાં મોટો વધારો થયો છે.

વિધાર્થીઓએ જિલ્લાના તમામ લોકો પોતપોતાના નિવાસ્થાને, કામ કાજના સ્થળે ભારતભૂમિની આન બાન અને શાન સમાન તિરંગો લહેરાવે તેવી અપીલ કરી હતી.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.