ટુર એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થી અમિત પટેલે ઝેરી દવા પીધી - At This Time

ટુર એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થી અમિત પટેલે ઝેરી દવા પીધી


રાજકોટમાં ટુર એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થી અમિત પટેલે ઝેરી દવા પીધી હતી. તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવેલ. જ્યાં ઈમરજન્સી વિભાગમાં તેને સારવાર હેઠળ રાખવામાં આવેલ છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે અમિત પટેલ (ઉંમર વર્ષ 36, રહે. મવડી ચોકડી પાસે) આજે સવારે પોતે નંદા હોલ પાસે હતા. જ્યાં તેઓએ રસ્તામાં દવા પીધી એ બાદ પોતાને જે યુવતી સાથે પ્રેમ સંબંધ છે તેના ઘરે ગયેલ અને મારે તારી સાથે રિલેશન રાખવું છે. તેમ કહી દવા ગટગટાવી લીધી હતી.
જેને 108માં તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે નિવેદન લેવા તજવીજ કરી હતી. પરિવારે જણાવ્યું કે, અમિત ગઈકાલે સાંજે તેની પત્ની સાથે ઝઘડો કરી ઘરેથી નીકળી ગયેલ હતો. બાદમાં હોસ્પિટલમાં દાખલ હોવાની જાણ થઈ હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image