અમરેલી જિલ્લાના ગાધકડા, વેણીવદર, ખડખંભાળીયા, ટીંબલા અને સમઢીયાળા સહિતના ગામોમાં ચુનાવ પાઠશાળા – મતદાતા જાગૃત્તિ કાર્યક્રમો યોજાયાઃ મતદારોમાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવાની કામગીરી
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
અમરેલી જિલ્લાના ગાધકડા, વેણીવદર, ખડખંભાળીયા, ટીંબલા અને સમઢીયાળા સહિતના ગામોમાં ચુનાવ પાઠશાળા - મતદાતા જાગૃત્તિ કાર્યક્રમો યોજાયાઃ મતદારોમાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવાની કામગીરી
અમરેલી તા.૨૧ એપ્રિલ, ૨૦૨૪ (રવિવાર) જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન થશે. જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય અને નાગરિકોમાં મતદાન માટે જાગૃત્તિ આવે તે માટે સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત મતદારોમાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવાની કામગીરી શરુ છે. અમરેલી જિલ્લાના વિવિધ ગામ અને વિસ્તારોમાં યોજાયેલા કાર્યક્રમોમાં નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવી મતદાનનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લા ખર્ચ અને TIP નોડલ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાનેમાં સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે ચુનાવ પાઠશાળા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ચૂંટણી ફરજ પરના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં નાગરિકોને મતદાન જાગૃત્તિ અંગે સમજ આપવામાં આવી હતી. નાગરિકોએ મતદાનના શપથ લીધા હતા.
અમરેલી તાલુકાના વેણીવદર, ખડખંભાળિયા અને ટીંબલા ગામે ચુનાવ પાઠશાળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં વધુ મતદાન થાય અને મતદાનના મહત્વ વિશે નાગરિકોને માર્ગદર્શન આપી જાગૃત્ત કરવામાં આવ્યા હતા. નાગરિકોએ મતદાનના શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં ચૂંટણી ફરજ પરના અધિકારી-કર્મચારીશ્રીઓ જોડાયા હતા.
ખાંભા તાલુકાના સમઢીયાળા-૨ ગામ ખાતે ચુનાવ પાઠશાળા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નાગરિકોને મતદાનનું મૂલ્ય સમજાવી અચૂક મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ગામના મહિલાઓ દ્વારા મતદાતા જાગૃત્તિ રેલી યોજાઇ હતી. નાગરિકોએ મતદાન અને મતદાન માટે અન્ય નાગરિકોને પણ જાગૃત્ત કરવા શપથ લીધા હતા.
ધારી તાલુકાના દલખાણીયા ગામે ચુનાવ પાઠશાળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નાગરિકોએ મતદાનની પ્રતિજ્ઞા લીધી હતી.
રાજુલા તાલુકાના કુંભારીયા ગામ ખાતે શ્રમિકો સાથે "મતદાર જાગૃતિ અભિયાન" કાર્યક્રમ અંતર્ગત મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. શ્રમિકોને મતદાન કરવા અને તેમના આસપાસ હોય તેવા નાગરિકોને પણ મતદાન કરવા માટે પ્રેરણા આપવા જાગૃત્ત કરવામાં આવ્યા.
દિવ્યા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.