જમાઈના ત્રાસથી કંટાળી મહિલાએ FIR દાખલ કરી CPને રજૂઆત કરી, ન્યાય ન મળતા ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ
મોરબી રોડ પર આવેલ સીતારામ પાર્કમાં રહેતી મહિલાએ પુત્રીના સાસરિયાના ત્રાસથી કંટાળી ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી. ડિવિઝન પોલીસને જાણ કરી હતી. મહિલાને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પુત્રીના લગ્ન હળવદના ઘનશ્યામગઢમાં થયાં હતાં જેને સરસરિયાઓ સાથે અવારનવાર ઝઘડાથી કંટાળી તે છેલ્લા દોઢ વર્ષથી તેના પિતાના ઘરે રિસામણે રહેતી હતી. જેમને સંતાનમાં એક દોઢ વર્ષની પુત્રી છે. જે બાદ અનેકવાર છૂટું કરવા મામલે તેના સાસરિયાઓને કહેતા તે લોકો છુટાછેડા આપતાં ન હતા અને કરિયાવર પણ આપતાં ન હતાં. તેમજ મહિલા અને તેની પુત્રીને અવારનવાર હેરાન કરતાં હતાં. પુત્રીને ન્યાય આપવવા મહિલાએપોલીસ કમિશ્નરને અરજી આપી હતી તેમજ પોલીસ ફરિયાદ પણ નોંધવી હતી. પણ ન્યાય ન મળતા કંટાળીને પગલું ભર્યું હતું. બનાવ અંગે પોલીસે વધું તપાસ હાથ ધરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.