મોરબી રોડ પરના જમીન કૌભાંડમાં HCમાં થયેલી અપીલ અરજી ફગાવાઇ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/3usv2is7gdnhsckl/" left="-10"]

મોરબી રોડ પરના જમીન કૌભાંડમાં HCમાં થયેલી અપીલ અરજી ફગાવાઇ


રાજકોટમાં રહેતા વિજયભાઇ મનસુખભાઇ ગજેરાની માલિકીની જમીન પર ભૂમાફિયાઓએ ખોટા દસ્તાવેજોના આધારે ખોટી નોંધ પડાવી જમીન હડપ કરવાનો કારસો રચ્યો હતો. જે બનાવની વિજયભાઇને જાણ થતા તેમને પોલીસ કમિશનરને અરજી કરી મૃત વ્યક્તિના નામે બોગસ દસ્તાવેજ બનાવ્યો હોવાનું જણાવ્યું હતું. જે અંગેની બી ડિવિઝન પોલીસ મથકની તપાસમાં કૌભાંડ થયું હોવાની માહિતી મળતા જમીન કૌભાંડની ફરિયાદ નોંધાઇ હતી. જે ફરિયાદમાં આરોપી તરીકે પરોક્ષ રીતે સંકળાયેલા રાધેક્રિષ્ના એન્ટરપ્રાઇઝના માલિકોએ અનેક રજૂઆત કરી હતી.

દરમિયાન કલેક્ટર દ્વારા બિનખેતીની અરજી ગ્રાહ્ય રાખ્યા બાદ વિજયભાઇએ એસએસઆરડીમાં ફરિયાદ અરજી કરી હતી. અને રાધેક્રિષ્ના એન્ટરપ્રાઇઝના ભાગીદારોને સમન્સ ઇશ્યૂ કર્યા હતા. તેમજ મૂળ કૌભાંડ આચરનાર ભૂમાફિયાઓને પણ સમન્સ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]